શોધખોળ કરો
Advertisement
ફાસ્ટ ચાર્જિંગ સાથે આ કંપનીએ લૉન્ચ કરી 10000 mAhની ધાંસૂ પાવરબેન્ક, શું છે કિંમત ને કોણે આપશે ટક્કર, જાણો વિગતે
કંપનીએ પાવરબેન્કની કિંમત 2,999 રૂપિયા રાખી છે, અને આના પર એક વર્ષની વૉરંટી મળી રહી છે. આ સેફ છે અને આમાં સારી ક્વૉલિટી વાપરવામાં આવી છે
નવી દિલ્હીઃ ગેજેટ એક્સેસરી તથા કન્ઝ્યૂમર ઇલેક્ટ્રૉનિક્સ બ્રાન્ડ Ubonએ ભારતમાં હવે પોતાની નવી પાવરબેન્ક ‘PB X-22 BOSS’ને લૉન્ચ કરી દીધી છે. આ પાવરબેન્કની કેપેસિટી 10,000mAh બેટરીની છે. જેની 500 લાઇફ સાયકલ્સ છે. ઉલ્લેખનીય છે કે, આ પાવરબેન્ક મેડ ઇન ઇન્ડિયા છે. જો તમે ચાઇનાની પાવરબેન્ક ખરીદવા ના માગતા હોય તો આ ખરીદવાનુ વિચારી શકો છો.
Ubon એ આ નવી પાવરબેન્કમાં 2.1 ડ્યૂલ USB પોર્ટની સુવિધા આપી છે. ટુ વે ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ ઉપરાંત આમાં LED લાઇટ ઇન્ડિકેટર પણ આપવામાં આવ્યુ છે, જે એ બતાવે છે કે આની બેટરી કેટલી બચી છે.
કંપનીએ પાવરબેન્કની કિંમત 2,999 રૂપિયા રાખી છે, અને આના પર એક વર્ષની વૉરંટી મળી રહી છે. આ સેફ છે અને આમાં સારી ક્વૉલિટી વાપરવામાં આવી છે.
આ પ્રસંગે Ubonના સહ સંસ્થાપક અને પ્રબંધ નિદેશક લલિત અરોડાએ જણાવ્યુ કે અમે અમારુ નવુ પીબી એક્સ-22 બૉસ પાવરબેન્ક લૉન્ચ કરતા આનંદીત છીએ. COVID19 ઉપરાંત R&D ટીમ અમારા ગ્રાહકો માટે બેસ્ટ ઇન ક્લાસ પ્રૉડક્ટ બનાવવા માટે સખત મહેનત કરી રહી છે. આ નવી પાવરબેન્ક વર્ક ફ્રૉમ હૉમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આને આસાનીથી વાપરી શકો છો, સાથે કેરી પણ કરી શકો છો.
મેડ ઇન ઇન્ડિયા યુબૉનની આ નવી પાવરબેન્કનો મુકાબલો Realmeની 10,000 mAh બેટરીવાળી પાવરબેન્ક સાથે થશે. જેની કિંમત 1,299 છે. આમાં USB Type A અને USB Type C બન્ને બાજુના પોર્ટ આપવામાં આવ્યા છે. આમાં હાઇ પૉલિમર લીથિયમ બેટરી લગાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ઓટો
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion