શોધખોળ કરો
લૉન્ચ પહેલા જ લીક થઇ આ ધાંસૂ ફોનની કિંમત અને સ્પેશિફિકેશન્સ, કંપની આ ફિચર્સ આપી રહી છે નવા......
વીવો વી20 પ્રૉ 5Gને ભારતમાં 29990 રૂપિયાની કિંમતમાં કંપની લૉન્ચ કરી શકે છે, આવા રિપોર્ટ લૉન્ચ પહેલા લીક થઇ ચૂક્યા છે. જોકે, આની સાચી માહિતી હજુ કંપની તરફથી આવી નથી

(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ચીની કંપની વીવો ભારતમાં પોતાના મીડ રેન્જ સ્માર્ટફોન માટે ખુબ લોકપ્રિય બ્રાન્ડ બની ચૂકી છે. હવે આ લિસ્ટમાં તે વધુ એક ખાસ ફોનૉ 5G ટેકનોલૉજી સાથે લૉન્ચ કરી રહી છે. આ ફોનનુ નામ છે વીવો વી20 પ્રૉ 5G. પરંતુ ખાસ વાત છેકે આના લૉન્ચિંગ પહેલા જ ફોનની કિંમત અને ફિચર્સ લીક થઇ ચૂક્યા છે. વીવો વી20 પ્રૉ 5Gને લગતી લીક રિટેલ વેબસાઇટ પર લિસ્ટ પણ કરી દેવામાં આવી છે. જાણો શું છે કિંમત ને ફિચર્સ.....
વીવો વી20 પ્રૉ 5Gની કિંમત
વીવો વી20 પ્રૉ 5Gને ભારતમાં 29990 રૂપિયાની કિંમતમાં કંપની લૉન્ચ કરી શકે છે, આવા રિપોર્ટ લૉન્ચ પહેલા લીક થઇ ચૂક્યા છે. જોકે, આની સાચી માહિતી હજુ કંપની તરફથી આવી નથી.
(પ્રતિકાત્મક તસવીર)
વીવો વી20 પ્રૉ 5Gના ફિચર્સ....
લીક રિપોર્ટ્સનુ માનીએ તો કંપની વીવો વી20 પ્રૉ 5G ફોનમાં કેટલાક ખાસ ફિચર્સ અપડેટ કરી શકે છે. આમાં 6.44 ઇંચની ફૂલ એચડી +એમોલેડ પેનલ છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. હેન્ડસેટમાં કંપની ત્રિપલ રિયર કેમેરા આપશે, જે 64 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ તથા 2 મેગાપિક્સલ વાળા હશે. વળી સાથે કંપની 44 મેગાપિક્સલ તથા 8 મેગાપિક્સલના ડ્યૂલ ફ્રન્ટ કેમેરા સેટઅપ પણ આપશે.
આ ઉપરાંત કંપની વીવો વી20 પ્રૉ 5Gમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765 5જી મોબાઇલ પ્રૉસેસર આપી શકે છે. રેમ 8જીબી તથા ઇનબિલ્ટ સ્ટૉરેજ 128જીબી હશે. બેટરીની વાત કરીએ તો ફોનમાં 4000એમએએચની બેટરી આપશે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સોપર્ટ કરે છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
