શોધખોળ કરો
Advertisement
ભારતમાં આ વિદેશી કંપની સસ્તો 5G ફોન લૉન્ચ કરવાની કરી રહી છે તૈયારી, જાણો વિગત
વીવોના આ 5G ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે, સાથે આ ફોન 6GB RAM+ 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 8GB RAM+ 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ થશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોનની કિંમત 40,000 રૂપિયાથી ઓછી હશે
નવી દિલ્હીઃ સ્માર્ટફોનની દુનિયામાં હવે 5G નેટવર્ક તરફ લોકો વળી રહ્યાં છે. મોટા ભાગની કંપનીઓ 5G ટેકનોલૉજી પર કામ કરી રહી છે. આ બધાની વચ્ચે હવે સમાચાર છે કે ચીની સ્માર્ટફોન મેકર વીવો પણ પોતાનો 5G ફોન તૈયાર કરી રહી છે. રિપોર્ટ છે કે વીવો ભારતમાં પોતાનો સસ્તો 5G સ્માર્ટફોન લેટેસ્ટ ફિચર્સ સાથે લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
વીવોના આ 5G ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે, સાથે આ ફોન 6GB RAM+ 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 8GB RAM+ 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ થશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોનની કિંમત 40,000 રૂપિયાથી ઓછી હશે. આ 5G કનેક્ટિવાળા ફોનની કિંમત 40,000 રૂપિયાથી ઓછી હશે
વીવોના 5G ફોનની સંભવિત સ્પેશિફિકેશન્સ
5G કનેક્ટિવિટી વાળા Vivoના આ ફોનમાં octa-core પ્રૉસેસર આપવામાં આવશે. આમાં 6.4 ઇંચ ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ફોન એન્ડોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. પાવર માટે ફોનમાં 4,020mAhની બેટરી હશે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે. આમાં ઇનડિસ્પ્લે સેન્સર પણ આપવામાં આવી શકે છે.
કેમેરા ફિચર્સ હશે શાનદાર
Vivoના આ સસ્તા 5G ફોનમાં ત્રિપલ કેમેરામાં પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલનો હશે, સાથે વાઇડ લેન્સ વાળો 8 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર હશે. આમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement