શોધખોળ કરો
Advertisement
8GB રેમ સાથે ચીની કંપનીએ માર્કેટમાં ઉતાર્યો સસ્તો ફોન, જાણો વિગતે
આની ખાસ વાત છે કે આમાં કંપનીએ 8GB રેમ અને 128GB સ્ટૉરેજ આપ્યુ છે, જેની કિંમત 17990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફોનને 48 મેગાપિક્સલ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે, જાણો શું છે ખાસ સ્પેશિફિકેશન્સ......
નવી દિલ્હીઃ નવા વર્ષ પર સ્માર્ટફોન્સના લૉન્ચ થવાનો સિલસિલો ચાલુ છે, આ કડીમાં ચીનની સ્માર્ટફોન મેકર વીવોએ પોતાનો નવો વીવો Y51A ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આની ખાસ વાત છે કે આમાં કંપનીએ 8GB રેમ અને 128GB સ્ટૉરેજ આપ્યુ છે, જેની કિંમત 17990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફોનને 48 મેગાપિક્સલ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે, જાણો શું છે ખાસ સ્પેશિફિકેશન્સ......
મળી રહી છે ખાસ ઓફર્સ.....
વીવો Y51Aને Vivo ઇ સ્ટૉર, Flipkart, Amazon, Paytm, TataCliq ઉપરાંત રિટેલ પાર્ટનર સ્ટૉર પરથી ખરીદી શકાય છે. ફોન પર HDFC બેન્ક, Vi તરફથી 1000 રૂપિયાનુ કેશબેક ઓફર કરવામાં આવી રહ્યું છે. ફોનને બજાજ ફાઇનાન્સ, હૉમ ક્રેડિટ, IDFC ફર્સ્ટ બેન્ક, HDB ક્રેડિટ અને ICICI બેન્કમાંથી ઝીરો ડાઉન પેમેન્ટ સ્કીમ અંતર્ગત ખરીદી શકાય છે.
આ છે સ્પેશિફિકેશન્સ.....
વીવો Y51Aમાં 6.58 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1,080x2,408 પિક્સલ છે. એન્ડ્રોઇડ 11 બેઝ્ડ Funtouch OS 11 પર કામ કરે છે. પરફોર્મન્સ માટે ફોનમાં Qualcomm Snapdragon 662 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement