શોધખોળ કરો
Advertisement
Vivo Z1 Pro ભારતમાં થયો લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત
Z1 Pro સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 710 AIE પ્રોસેસર આપવામાં આવ્યું છે. રિયરમાં ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 16 MP, 8 MP અને 5MP કેમેરાસેટઅપ છે.
નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ Vivo Z1 Pro બુધવારે ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને રિયરમાં એલઈડી ફ્લેશ સાથે ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે.
Z1 Pro સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 710 AIE પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો રિયરમાં ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 16 MP, 8 MP અને 5MP કેમેરા સેટઅપ છે.
Z1 Proની ડિસ્પ્લે 6.53 ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. Z1 Pro ની ડિસ્પ્લેની સાથે ફાયદો એ છે કે તેમાં નોચ નથી અને સેલ્ફી કેમેરા માટે અંડર ડિસ્પેલે લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પંચહોલ છે. આ સ્માર્ટફોનની બોડીની બિલ્ડ ક્વોલિટી પણ ખુબજ સારી છે જે પ્રીમિયમ લાગે છે.
ફોનની ખાસ વાત એ છે કે તેમાં 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. અને ચાર્જિંગ માટે 18Wની ચાર્જિંગ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવી છે.
Vivo Z1 Pro ત્રણ વેરિએન્ટમાં છે. જેમાં 4GB/64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 14,990 રૂપિયા છે. જ્યારે 6GB/64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 16,990 અને 6GB/128GBની કિંમત 17,990 રૂપિયા છે. જેનું વેચાણ 11 જુલાઈએ 12 વાગ્યાથી શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement