શોધખોળ કરો

Twitterએ તમામ લોકો માટે જાહેર કર્યું Instagram જેવું આ ફીચર, જાણો કેવી રીતે કરશો યુઝ?

Twitter સર્કલમાંથી તમારી ટ્વીટ્સ ફક્ત તમે પસંદ કરેલ લોકો દ્વારા જ જોઈ શકાય છે

ટ્વિટર એક લોકપ્રિય માઇક્રો-બ્લોગિંગ સાઇટ છે. આ કારણે તે યુઝર્સને સતત નવી સુવિધાઓ આપે છે.  હવે કંપની હાલમાં જ રિલીઝ થયેલ ટ્વિટર સર્કલ ફીચર દરેક માટે ઉપલબ્ધ કરાવી રહી છે.

ટ્વિટરનું આ ફીચર પ્રાઈવસીને પસંદ કરતા લોકોને ઘણું પસંદ આવશે. ટ્વિટરનું આ ફીચર ઇન્સ્ટાગ્રામના ક્લોઝ ફ્રેન્ડ ફીચર જેવું જ છે. એટલે કે, તમે તમારા ટ્વિટ પર મર્યાદા સેટ કરી શકો છો. આ સાથે બધા યુઝર્સ તમારું ટ્વિટ જોઈ શકશે નહીં.જો કે, ટ્વિટર સર્કલ તમામ માટે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. પરંતુ તમને આ સુવિધા મેળવવામાં થોડો સમય લાગી શકે છે. આ અંગે Digitએ રિપોર્ટ કર્યો છે. જ્યારે આ સુવિધા તમારા માટે ઉપલબ્ધ થશે ત્યારે તમને તેના વિશે પ્રોમ્પ્ટ મળશે.

Twitter સર્કલમાંથી તમારી ટ્વીટ્સ ફક્ત તમે પસંદ કરેલ લોકો દ્વારા જ જોઈ શકાય છે. આમાં તમે 150 લોકોને પસંદ કરી શકો છો. આ ફીચરની એક સારી વાત એ છે કે તમે ટ્વિટર સર્કલ દ્વારા ફોલોઅર્સ લિસ્ટની બહારના લોકોને પણ પસંદ કરી શકો છો.

જ્યારે તમે ઇનવાઇટ મોકલશો તો ત્યારે તેના વિશે અન્ય યુઝર્સને નોટિફિકેશન મોકલવામાં આવશે. ટ્વીટર સર્કલના આ યુઝર્સ રીટ્વીટ અથવા ક્વોટ ટ્વીટ સિવાયની પોસ્ટ શેર કરી શકતા નથી. જો કે, તેઓ તેનો સ્ક્રીનશોટ લઈને તેને સેવ કરી શકે છે.

Twitter સર્કલનો ઉપયોગ કરવા માટે તમારે Twitter એપ્લિકેશન ખોલવી પડશે. આ પછી તમારે પ્લસ આઇકોન પર ક્લિક કરીને ટ્વિટ કંપોઝ કરવાનું રહેશે. ટ્વીટની ઉપર તમે એવરીવનનો ડ્રોપ ડાઉન વિકલ્પ જોશો.આ સાથે તમારે ટ્વિટર સર્કલનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તમે અહીંથી Twitter સર્કલના સભ્યોને પણ અહીથી એડિટ કરી શકો છો. ટ્વીટ લાઈવ થઈ ગયા પછી પણ તમે ટ્વિટર સર્કલના સભ્યોની યાદીમાં ફેરફાર કરી શકો છો.

ટોપ સ્ટોરી

iPhone duo નો સ્ટોક એક કલાકમાં ખતમ, આજે બુક કરો તો જાન્યુઆરીમાં મળશે 
iPhone duo નો સ્ટોક એક કલાકમાં ખતમ, આજે બુક કરો તો જાન્યુઆરીમાં મળશે 
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
Embed widget