Whatsapp: વોટ્સએપની મોટી કાર્યવાહી, 20 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ
વ્હોટ્સએપે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં 20 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે જ્યારે આ દરમિયાન તેને 500 ફરિયાદો મળી છે.
Whatsapp Action on 20 Lakhs Account: વ્હોટ્સએપે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં 20 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે જ્યારે આ દરમિયાન તેને 500 ફરિયાદો મળી છે. મેસેજિંગ સેવા એપે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. પોતાના નવા રિપોર્ટમાં કંપનીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન વ્હોટ્સએપ પર 20,69,000 ભારતીય એન્કાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય એન્કાઉન્ટ્સની ઓળખ +91 ફોન નંબર સાથે જોડાયેલી હોય છે. કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે વ્હોટ્સએપ, એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓ વચ્ચે અભદ્ર ભાષાનો ઉપયોગ રોકવામાં સૌથી આગળ રહી છે. વર્ષોથી અમે અમારા કસ્ટમર્સને આ મંચ પર સુરક્ષિત રાખવા માટે સતત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક ટેકનિક, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો અને પ્રક્રિયાઓમાં રોકાણ કર્યું છે.
તેમણે કહ્યું કે આઇટી નિયમ 2021ના પાલન કરતા કંપનીએ પોતાની પાંચમી માસિક રિપોર્ટ જાહેર કરી છે. પ્રવક્તાએ કહ્યું કે આ ઉપયોગકર્તા-સુરક્ષા રિપોર્ટમાં ઉપયોગકર્તાની ફરિયાદોનું વિવરણ અને વ્હોટ્સએપ દ્ધારા કરવામાં આવેલી સંબંધિત કાર્યવાહીની સાથે સાથે મેસેજિંગ એપ પર અભદ્ર ભાષાના ઉપયોગને રોકવા માટે કંપની દ્ધારા કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપવામાં આવી છે.
બીજી તરફ દિગ્ગજ કંપની મેટાએ ઓક્ટોબર દરમિયાન ભારતમાં 13 કેટેગરીમાં ફેસબુક પર 1.88 કરોડ રૂપિયાથી વધુ સામગ્રીઓ પર કાર્યવાહી કરી છે. કંપનીએ આ જાણકારી આપી છે. કંપનીએ માસિક રિપોર્ટમાં કહ્યું કે ઇન્સ્ટાગ્રામ પર એક મહિનામાં 12 કેટેગરીમાં 30 લાખથી વધુ સામગ્રીઓ પર કાર્યવાહી કરી છે. મેટાએ કહ્યું કે એક થી 31 ઓક્ટોબર વચ્ચે ફેસબુકે પોતાની ભારતીય ફરિયાદ સિસ્ટમના માધ્યમથી 686 રિપોર્ટ મળ્યા છે. જેમાંથી 497 કેસમાં તેમના મુદ્દાને ઉકેલ કરવા સમાધાન ઉપબલ્ધ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદોઃ હવસખોરને ફટકારી આજીવન કેદની સજા
બે દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે, હવામાન વિભાગની આગાહી
DGCA On International Flights: 15 ડિસેમ્બરથી નહીં શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, Omicromના ખતરા વચ્ચે થયો ફેંસલો
ગુજરાત કોંગ્રેસની કમાન કયા દિગ્ગજ નેતાને સોંપાશે? કોણ બનશે વિપક્ષના નેતા?