શોધખોળ કરો
Advertisement
WhatsAppના ડેસ્કટૉપ યૂઝર્સ માટે ખુશખબરી, હવે બહુ જલ્દી મળશે વીડિયો-વૉઇસ કૉલિંગ માટે આ ખાસ ફિચર
વૉટ્સએપમાં સમયાંતરે નવા નવા ફિચર્સ એડ થતાં રહે છે, હવે કંપનીએ ડેસ્કટૉપ માટે એક ખાસ ફિચર રિલીઝ કર્યુ છે. વૉટ્સએપે વૉઇસ કૉલિંગ, વીડિયો કૉલિંગ ફિચરને રિલીઝ કરી દીધુ છે
નવી દિલ્હીઃ વૉટ્સએપમાં સમયાંતરે નવા નવા ફિચર્સ એડ થતાં રહે છે, હવે કંપનીએ ડેસ્કટૉપ માટે એક ખાસ ફિચર રિલીઝ કર્યુ છે. વૉટ્સએપે વૉઇસ કૉલિંગ, વીડિયો કૉલિંગ ફિચરને રિલીઝ કરી દીધુ છે. આ નવા ફિચરની મદદથી ડેસ્કટૉપ યૂઝર્સ વીડિયો અને વૉઇસ કૉલિંગનો લાભ ઉઠાવી શકે છે. હાલ આ ફિચરની સુવિધા સિલેક્ટેડ યૂઝર્સને જ આપવામાં આવી રહી છે. વૉટ્સએપના આ ફિચરથી વીડિયો કૉલિંગ એપ ઝૂમ અને ગૂગલ મીટને ટક્કર આપવામાં સંભાવના દર્શાવવામાં આવી રહી છે.
વૉટ્સએપ બીટા ઇન્ફોએ ટ્વટીર પર આના સંબંધિત એક તસવીર શેર કરી છે, જેમાં આ લેટેસ્ટ ફિચરની એક ઝલક જોવા મળી શકે છે. આ તસવીરમાં વીડિયો કૉલિંગ અને વૉઇસ કૉલિંગ માટે ઓપ્શન જમણી બાજુ દેખાઇ રહ્યું છે.
વૉટ્સએપ આ ફિચર લોકો માટે મદદગાર સાબિત થઇ શકે છે. જોવાનુ એ હશે કે કંપની આ ફિચરને ક્યારે બધા યૂઝર્સ માટે લૉન્ચ કરશે. ડેસ્કટૉપ યૂઝર્સ માટે આ ખુશખબરી છે, જેની આશા લાંબા સમયથી કરી રહ્યાં હતા.
જાણકારોનુ માનીએ તો વૉટ્સએપનુ આ ફિચર ઝૂમ અને ગૂગલ મીટને જબરદસ્ત ટક્કર આપી શકે છે. વૉટ્સએપ સર્વાધિક જાણીતી એપ છે, અને આ ફિચરના એડ થવાથી ડેસ્કટૉપ યૂઝર્સ પોતાની વર્ચ્યૂઅલ મીટિંગ પણ આસાનીથી કરી શકશે. કંપની વર્ષ 2021માં યૂઝર્સ માટે કેટલાક નવા ફિચર્સ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. ગયા વર્ષે કંપનીએ વૉટ્સએપ પે, એડવાન્સ સર્ચ ઓપ્શન, ક્યૂઆર કૉડ દ્વારા કૉન્ટેક્ટ એડ કરવા સહિત કેટલાય ફિચર લૉન્ચ કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દુનિયા
Advertisement