(Source: ECI/ABP News/ABP Majha)
WhatsApp હેક કરી કોઇ અન્ય વ્યક્તિ વાંચી નથી રહ્યું છે તમારા મેસેજ? આવી રીતે જાણો
WhatsApp એકાઉન્ટ સુરક્ષિત રાખવા માંગો છો? આ સ્ટેપને ફોલો કરો
મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppનો વિશ્વભરમાં બે અબજથી વધુ લોકો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ વ્યક્તિગત તેમજ વ્યવસાયિક અને અન્ય ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે થાય છે. તો કોઈનું વોટ્સએપ હેક થઈ જાય તો? જો કે, મેટાની માલિકીની કંપની WhatsApp એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. જેનો અર્થ છે કે તમે WhatsApp દ્વારા જે પણ વાત કરો છો તે તમારા ડિવાઇસમાં સેવ થઈ જાય છે.
તેથી જો તમારા સિવાય કોઈ અન્ય વ્યક્તિ તમારા નંબરનો ઉપયોગ કરીને અન્ય કોઈપણ ડિવાઇસ પર WhatsApp પર લોગીન કરે છે, તો તે તમારી અગાઉની વાતચીત વાંચી શકશે નહીં. જો યુઝર્સ માને છે કે કોઈ અન્ય વ્યક્તિ તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી રહી છે, તો તમારે તમારા પરિવાર અને મિત્રોને જાણ કરવી જોઈએ કારણ કે તે વ્યક્તિ ચેટ્સ અને ગ્રુપ મેસેજ દરમિયાન 'તમે' હોવાનો ડોળ કરી શકે છે.
બીજી તરફ, જો યુઝર કોઈપણ પ્રકારના હેકિંગથી બચવા માંગે છે, તો તમારો WhatsApp SMS વેરિફિકેશન કોડ ક્યારેય અન્ય લોકો સાથે શેર ન કરો, પરિવાર અથવા મિત્રો સાથે પણ નહીં. પરંતુ માહિતીના અભાવે જો તમે ભૂલથી તમારો કોડ કોઈ અન્ય સાથે શેર કર્યો હોય, તો અમે તમને તમારું જૂનું એકાઉન્ટ કેવી રીતે રિકવર કરવું તે જણાવવા જઈ રહ્યા છીએ.
સૌ પ્રથમ તમારે એ જાણકારી મેળવવાની રહેશે તે તમારા ફોનની ફિઝિકલ એક્સેસ કોની પાસે છે. તમારા સિવાય તમારા ફોનનો ઉપયોગ કરતા લોકોની યાદી બનાવો. આ સિવાય કોઈપણ પ્રકારના હેકિંગથી બચવા માટે તમારા ઈમેલને ચેક કરતા રહેવું પણ ખૂબ જ જરૂરી છે.જો તમને વ્હોટ્સએપથી સંબંધિત કોઈ મેસેજ મળે છે જેમાં ટુ-સ્ટેપ રજીસ્ટ્રેશન કોડ અથવા વેરિફિકેશન પિન માંગવામાં આવે છે, તો સાવચેત રહો. આવી સ્થિતિમાં તમારે કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ.
આ પ્રકારના મેસેજનો અર્થ એ છે કે કોઈ તમારું WhatsApp હેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો તમે માહિતીના અભાવે લિંક પર ક્લિક કરો છો, તો હેકરને તમારા વોટ્સએપની ઍક્સેસ મળી જશે.
WhatsApp એકાઉન્ટ સુરક્ષિત રાખવા માંગો છો? આ સ્ટેપને ફોલો કરો
તમારા ફોનના SMS પર પ્રાપ્ત થયેલ 6 અંકનો રજિસ્ટ્રેશન કોડ કોઈની સાથે શેર કરશો નહીં.
ટુ-સ્ટેપ વેરિફિકેશન ઇનેબલ કરો. આ કરવા માટે પહેલા સેટિંગ્સ પર જાવ. ત્યાંથી એકાઉન્ટ પર ક્લિક કરો અને ટુ-સ્ટેપ વેરિફિકેશન ઇનેબલ કરો.
જો તમે તમારો PIN ભૂલી ગયા છો તો સૌથી પહેલા તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરો.
એક પિન બનાવો ત્યાં તમારું ઈમેલ આઇડી પણ દાખલ કરો જેથી કરીને જો તમે પિન ભૂલી જાવ તો ભવિષ્યમાં તેને રિકવર કરી શકાય