શોધખોળ કરો
Advertisement
ચૂંટણી પહેલા વૉટ્સએપમાં આવ્યુ નવું ફિચર, કોઇપણ ગ્રુપમાં જોડાતા પહેલા તમારી પાસેથી લેવામાં આવશે પરમીશન
નવી દિલ્હીઃ વૉટ્સએપે બુધવારે જાહેરાત કરી દીધી છે કે હવે યૂઝર્સ એ વાત પણ જાતેજ નિર્ણય લઇ શકશે કે કોઇપણ ગ્રુપમાં જોડાવવા માગે છે કે નહીં. આ ફિચરને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને લૉન્ચ કરવામાં આવ્યુ છે.
વૉટ્સએપે પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યુ કે, ‘‘વૉટ્સએપ ગ્રુપ પરિજનો, મિત્રો, સહકર્મીઓ, સહપાઠીયો અને બીજા લોકોને એકબીજા સાથે જોડાવવાનુ માધ્યમ બની રહેશે. કેમકે લોકો મહત્વપૂર્ણ ચેટ માટે ગ્રુપ સાથે જોડાય છે. તેમને પોતાના અનુભવ વિશે વધારે કન્ટ્રૉલની માંગ કરી છે.’’
કઇ રીતે કરશે આ ફિચર કામ
કંપનીએ પ્રાઇવસી સેટિંગમાં એક નવા ફિચરની શરૂઆત કરી છે, આ માટે યૂઝર્સ એ નક્કી કરી શકે છે કે તેમને કોઇ વૉટ્સએપ ગ્રુપમાં કોન જોડી શકે છે. આ માટે ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે. પહેલા વિકલ્પ અંતર્ગત યૂઝર્સને કોઇપણ ગ્રુપમાં નથી જોડી શકતુ. બીજા વિકલ્પ અંતર્ગત યૂઝર્સને માત્ર તે લોકો જ ગ્રુપમાં જોડી શકે છે જે પહેલાથી તેમના કૉન્ટેક્ટ લિસ્ટમાં હોય. ત્રીજા વિકલ્પમાં દરેકને ગ્રુપમાં જોડાવવાની સુવિધા આપવામાં આવી છે. નોંધનીય છે કે, આ પહેલા કોઇપણ યૂઝર કોઇપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઇ શકતો હતો.
શું છે બીજુ ફિચર?
આ ઉપરાંત વૉટ્સએપે બીજા ફિચરની પણ શરૂઆત કરી દીધી છે. જો કોઇ તમને કોઇ ગ્રુપમાં જોડે છે તો પ્રાઇવેટ ચેટ દ્વારા તેની લિંક તમને મળશે. જો તમે ત્રણ દિવસની અંદર રિક્વેસ્ટ સ્વીકાર કરી લો છો થો તમે ગ્રુપમાં સામેલ થઇ જશો. જો ત્રણ દિવસ સુધી એક્સેપ્ટ ના કરો તો ઓટોમેટિક ખતમ થઇ જશે.
કંપનીએ કહ્યું કે, આ ફિચરોની શરૂઆત બુધવારથી કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ફિચર દુનિયાભરમાં અવેલેબલ થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement