WhatsApp પર મળશે નવું ફીચર, અસલી અને નકલીનો કરશે ખુલાસો
એમસીએ જણાવ્યું હતું કે, તે ન્યૂ હેલ્પલાઇન પબ્લિક માટે આગામી મહિનાઓ શરૂ થશે
WhatsApp: એઆઈને લઇને દુનિયાભરની કંપનીઓ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઓપનએઆઈ સહિત ઘણી કંપનીઓ પોતે એઆઈ અને એમએલ મોડલ તૈયાર કરી રહી છે, જે ડિજિટલ સ્પેસમાં એક રિવોલ્યુશન લાવી શકે છે. આ ખૂબી સાથે AI નેગેટિવની કેટલીક નેગેટિવ બાબતો પણ છે જેને નજરઅંદાજ કરી શકાય નહીં. આ કારણે કેટલીક મિસ ઇન્ફોર્મેશન પણ ફેલાઈ શકે છે.
મેટાએ ફેક ન્યૂઝ પર લગામ કસવા માટે તાજેતરમાં જ મિસઈન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ (MCA) સાથે જોડાણ કર્યું છે. તેના માટે તે એક ડેડિકેટેડ ફૅક્ટ ચેકિંગ હેલ્પલાઇનને WhatsApp પર લૉન્ચ કરશે. આ ડીપફેક અને એઆઈ- જનરેટેડ ઈજીસ્ટ ઈન્ફોર્મેશનને રોકવા માટે મદદગાર સાબિત થઈ શકે છે.
માર્ચમાં લોન્ચ થઈ શકે છે WhatsAppની સેવા
એમસીએ જણાવ્યું હતું કે, તે ન્યૂ હેલ્પલાઇન પબ્લિક માટે આગામી મહિનાઓ શરૂ થશે. આ લોન્ચિંગ માર્ચમાં થઇ શકે છે. આ AI Generated Mediaની ખોટી માહિતીને રોકવામાં મદદ કરશે. આ ઘણા લોકોની છબી ખરાબ થતી બચાવી શકે છે. ઘણી વખત સાયબર ક્રિમીનલ્સ કંઈક તમારા ફોટાનો ઉપયોગ કરીને ફેક વીડિયો બનાવી દે છે જેને ડીપફેક કહેવામાં આવે છે.
અનેક ભાષામા મળશે સપોર્ટ
WhatsApp chatbot ઘણી ભાષાના સપોર્ટ સાથે આવશે. અંગ્રેજી ઉપરાંત ત્રણ અન્ય રીજનલ ભાષાનો પણ સપોર્ટ મળશે. આના પર એઆઈ ડીપફેકની રિપોર્ટ કરી શકાશે. એમસીએના કહેવા પ્રમાણે યુઝર્સે હેલ્પલાઇન પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ સિસ્ટમ પોતાનું કામ કરશે અને ફેક્ટ ચેક કરશે.
વૉટ્સએપમાં આવ્યું મલ્ટીપલ એકાઉન્ટ ફિચર
મલ્ટીપલ એકાઉન્ટના ફિચરની છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચા થઈ રહી હતી, પરંતુ વૉટ્સએપે આ ફિચરને માત્ર બીટા યૂઝર્સ માટે ટેસ્ટિંગ મોડમાં રાખ્યું હતું. હવે આ ફિચર સામાન્ય યૂઝર્સ માટે પણ રૉલઆઉટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વૉટ્સએપ લોકોને સ્ટેટસ અપડેટ દ્વારા પણ જણાવે છે કે તેઓ એક જ ફોન પર બે અલગ અલગ વૉટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. આ માટે અમે તમને ફોલો કરવાની પ્રક્રિયા જણાવીએ છીએ, પરંતુ તે પહેલા તમારે તમારું WhatsApp અપડેટ કરવું જોઈએ.
WhatsApp અપડેટ કર્યા પછી, નીચે દર્શાવેલા પ્રક્રિયાને અનુસરો અને તે પછી પણ જો તમારા ફોનમાં બે WhatsAppનો ઉપયોગ કરવાનો વિકલ્પ દેખાતો નથી, તો તમારે આગામી થોડા દિવસો સુધી રાહ જોવી પડશે. શક્ય છે કે થોડા દિવસો પછી WhatsApp તમારા ફોનમાં તે સુવિધા મોકલે, પછી તમે તમારા ફોનમાં WhatsApp એકાઉન્ટ અપડેટ કરીને આ પ્રક્રિયાને ફરીથી અનુસરી શકો છો.