શોધખોળ કરો
Advertisement
સાવધાન, આ એપ્સનો ઉપયોગ કર્યો તો WhatsApp તમારા પર લગાવશે પ્રતિબંધ
નવી દિલ્હીઃ WhatsApp પર ફેક ન્યૂઝ અને અફવાઓ તો ચાલી જ રહી છે, પરંતુ ફેક WhatsApp પણ ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યું છે. અનેક એપ ડેવલપર્સ એટલે કે એપ બનાવનારા WhatsAppનું મોડિફાઈડ વર્ઝન બનાવી રહ્યા છે. WhatsAppએ પોતાના FAQ પેજને અપડેટ કર્યું છે, જેથી યૂઝર્સ અસલી વોટ્સએપ ઇનસ્ટોલ કરે. વોટ્સએપે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ વોટ્સએપ સાથે છેડછાડ કરે છે અથવા થર્ડ પાર્ટી એપ જેવા વોટ્સએપ પ્લસ અને જીબી વોટ્સએપનો ઉપયોગ કરે છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
વોટ્સએપે લખ્યુ છે કે જો તમારી એપમાં “Temporarily banned” નો મેસેજ આવે છે તો તેનો મતલબ તમે ઓફિસિયલ વોટ્સએપની જગ્યા પર અનસપોર્ટેડ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો. એટલે કે તમે WhatsApp Plus અને GB WhatsApp જેવી એપનો ઉપયોગ કરી રહ્યા છો. જેને ઓરીઝનલ એપ સાથે છેડછાડ કરી બનાવવામાં આવ્યું છે. આ અન ઓફિશિયલ એપ થર્ડ પાર્ટી દ્વારા બનાવવામાં આવી છે અને આ વોટ્સએપના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને વોટ્સએપ તેને સપોર્ટ નથી કરતું.
વોટ્સએપે માહિતી આપી છે કે જો તમે થર્ડ પાર્ટી દ્વારા બનાવવામાં આવી એપનો ઉપયોગ કરો છો તો કેવી રીતે સ્વિચ કરી શકો છો. જો તમે અનસપોર્ટેડ એપનો ઉપયોગ કરી રહ્યા છો તો ચેટનો બેકઅપ લઇ લો. આ મેસેજ ઓફિસયલ એપમાં પહેલાની જેમ જ રિફ્લેક્ટ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement