અઠવાડિયા પછી ભારતમાં આવશે Xiaomiનો આ સૌથી ખતરનાક ફોન, જાણો
Xiaomi 12 Pro પહેલાથી જ ગ્લૉબલ લેવલ પર લૉન્ચ થઇ ચૂક્યો છે. આપણ પહેલાથી જ આના તમાત ફિચર્સ વિશે જાણીએ છીએ.
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી ભારતમાં હવે પોતાનો પ્રીમિયમ સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની Xiaomi 12 Proને ભારતમાં 24 એપ્રિલે લૉન્ચ કરશે. કંપનીએ આની જાહેરાત કરી દીધી છે. શ્યાઓમી 12 પ્રૉ પહેલાથી જ અન્ય માર્કેટમાં લૉન્ચ થઇ ચૂક્યો છે, હવે આ દેશમાં OnePlus 10 Proને ટક્કર આપશે. હવે જોવાનુ એ રહેશે કે Xiaomi દેશમાં Xiaomi 12 સીરીઝના બીજા ફોન લાવે છે કે નહીં, આ હાલમાં Xiaomi 12, Xiaomi 12 Pro અને Xiaomi 12X ને ગ્લૉબલી સેલ કરી રહી છે.
Xiaomi 12 Pro પહેલાથી જ ગ્લૉબલ લેવલ પર લૉન્ચ થઇ ચૂક્યો છે. આપણ પહેલાથી જ આના તમાત ફિચર્સ વિશે જાણીએ છીએ. Xiaomi 12 Proમાં 6.73-ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેને 120Hz રિફ્રેશ રેટ છે. ડિસ્પ્લે સ્પેશિફિકેશન્સ વનપ્લસ 10 પ્રૉના બરાબર છે, જે 120Hz રિફ્રેશ રેટની પેનલની સાથે આવે છે.
શ્યાઓમીના આ સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 8 જેન 1 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. વળી 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો અને 50 મેગાપિક્સલનો જ ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 બેઝ MIUI 13 પર કામ કરે છે. ફોનમાં પાવર બેકઅપ માટે 4600mAhની બેટરી આપવામાં આવી છે, જોકે 120 વૉટ વાયર્ડ ચાર્જર અને 50 વૉટના વાયરલેસ ચાર્જ સપોર્ટ કરે છે. સાથે જ 10 વૉટ રિવર્સ વાયર ચાર્જિંગ સપોર્ટ કે છે. આનો કમ્પેટિટર વનપ્લસ 10 પ્રૉ 5000mAhની બેટરીની સાથે આવે છે અને 80 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
આ પણ વાંચો........
ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”
ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર
કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ
ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો