શોધખોળ કરો
ચીનની આ કંપની લાવી રહી છે ગજબની ચાર્જિંગ ટેકનોલૉજી, માત્ર 10 મિનીટમાં જ આખો ફોન થઇ જશે ચાર્જ, જાણો શું છે.......
શ્યાઓમીએ એક ખાસ ટેકનોલૉજી લઇને આવી રહી છે, જેની મદદથી ફટાફટ બેટરી ચાર્જ થઇ શકશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટેકનોલૉજી દ્વારા માત્ર 10 મિનીટમાં ફોન ફૂલ ચાર્જ થઇ જશે
![ચીનની આ કંપની લાવી રહી છે ગજબની ચાર્જિંગ ટેકનોલૉજી, માત્ર 10 મિનીટમાં જ આખો ફોન થઇ જશે ચાર્જ, જાણો શું છે....... xiaomi will be bringing amazing charging technology ચીનની આ કંપની લાવી રહી છે ગજબની ચાર્જિંગ ટેકનોલૉજી, માત્ર 10 મિનીટમાં જ આખો ફોન થઇ જશે ચાર્જ, જાણો શું છે.......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/05195223/Charging-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ સ્માર્ટફોનમાં બેટરી એક મુખ્ય ભાગ હોય છે, તેનો રૉલ પણ મહત્વનો હોય છે. યૂઝર્સ પણ લાંબા સમય સુધી ચાર્જ રહે તેવી બેટરીવાળો ફોન ખરીદવાનુ વિચારે છે. ત્યારે આ વાતનુ ખાસ ધ્યાન રાખીને ચીનની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ એક ખાસ ટેકનોલૉજી લઇને આવી રહી છે, જેની મદદથી ફટાફટ બેટરી ચાર્જ થઇ શકશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટેકનોલૉજી દ્વારા માત્ર 10 મિનીટમાં ફોન ફૂલ ચાર્જ થઇ જશે.
વર્ષના અંત સુધીમાં આવી શકે ટેકનોલૉજી....
રિપોર્ટ્સનુ માનીએ તો શ્યાઓમી હાલ 200W ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ પર કામ કરી રહી છે, અને માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધી ફ્લેગશિપ સ્માર્ટફોનમાં આ ચાર્જિંગ ટેકનોલૉજી આપવામાં આવી શકે છે. શ્યાઓમી 200W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલૉજીને વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ આપી શકે છે. આ પહેલા કંપનીએ Mi 10માં 120W વાયર્ડ ચાર્જિંગ સિસ્ટમ સપોર્ટ આપ્યો હતો.
આ ફોનમાં છે 185W ચાર્જિંગ સિસ્ટમ...
આ પહેલા શ્યાઓમીએ Mi 10માં 120W વાયર્ડ ચાર્જિંગ સિસ્ટમ આપી હતી, જેમાં 55W વાયરલેસ ચાર્જિંગ અને 10W રિવર્સ ચાર્જિંગ સિસ્ટમ સામેલ હતી. આવામાં કુલ મળીને 185W ચાર્જિંગ સિસ્ટમ હોય છે. આ ટેકનોલૉજી કંપની એવા સમયે લાવી રહી છે, જ્યારે સ્માર્ટફોન કંપનીઓ ફોનના બૉક્સમાં ચાર્જર નથી આપી રહી.
રિલીઝ કરી Mi Air Charge ટેકનોલૉજી...
ઉલ્લેખનીય છે કે શ્યાઓમીએ થોડાક દિવસો પહેલા એક રિમૉટ ચાર્જિંગ ટેકનોલૉજી Mi Air Chargeને રિલીઝ કરી હતી. આ ટેકનોલૉજીની મદદથી કોઇપણ જાતના કેબલ વિના એકસાથે કેટલાય ડિવાઇસને વાયરલેસ સિસ્ટમ અંતર્ગત ચાર્જ કરવામાં આવી શકે છે. આમાં યૂઝર્સને ફક્ત ચાર્જરની સામે રાખવુ પડતુ હોય છે, અને ડિવાઇસ ઓટોમેટિકલી ચાર્જ થવા લાગે છે. આ ચાર્જિંગ ટેકનોલૉજીમાં સેલ્ફ-ડેવલપ્ડ આઇસૉલેટેડ ચાર્જિંગનો યૂઝ કરવામાં આવ્યો છે, જે ડિવાઇસને ચાર્જ કરવા માટે હવામાં ચાર્જિંગ એનર્જી જનરેટ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)