શોધખોળ કરો
Advertisement
Xiaomi પોતાના સ્માર્ટફોન Redmi 9A ને ભારતમાં 2 સપ્ટેમ્બરે કરશે લોન્ચ, આ ફોન સાથે થશે મુકાબલો
આ સ્માર્ટફોન દેશમાં Redmi 9 સીરીઝમાં ત્રીજુ મોડલ હશે. ચીની સ્માર્ટફોન કંપની Xiaomi એ શુક્રવારે પોતાના ટ્વિટર એકાઉન્સ પરથી જાહેરાત કરી કે તેઓ Redmi 9A ને ભારતમાં 2 સપ્ટેમ્બરે લોન્ચ કરશે.
ચીની સ્માર્ટફોન કંપની Xiaomi એ શુક્રવારે પોતાના ટ્વિટર એકાઉન્સ પરથી જાહેરાત કરી કે તેઓ Redmi 9A ને ભારતમાં 2 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. આ સ્માર્ટફોન દેશમાં Redmi 9 સીરીઝમાં ત્રીજુ મોડલ હશે. Redmi 9A ની ઈન્ડિયા-સ્પેસ્ફિક ડિટેલ હજુ સામે નથી આવી. આ ફોન જૂનના અંત સુધીમાં મલેશિયામાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. આ ફોન વોટરડ્રોપ-સટાઈલ ડિસ્પ્લે નોચ સાથે આવે છે અને તેમાં સિંગર રિયર કેમેરો છે.
રેડમી ઈન્ડિયાએ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી ડિટેઈલ મુજબ કંપની Redmi 9Aને લોન્ચને 2 સપ્ટેમ્બરને બપોરે 12 વાગ્યે શરૂ કરશે. કંપનીની Mi.com સાઈટ પર એક ડેડિકેટેડ માઈક્રોસાઈટ બનાવવામાં આવી છે જેમાં 4 સપ્ટેમ્બર તેની સેલ ડેટ આપવામાં આવી છે. માઈક્રોસાઈટ પર પણ કેટલાક હાઈલાઈટ્સ આપવામાં આવ્યા છે.
ભારતમાં આ ફોનની કિંમતનો ખુલાસો નથી થયો, આ મલેશિયામાં જાહેર કરવામાં આવેલી કિંમત અનુસાર હોઈ શકે છે. ત્યાં આ ફોન 2GB RAM + 32GB સ્ટોરેજ મોડલ MYR 359 (આશરે 6,400 રૂપિયા) કિંમત પર વેચવામાં આવ્યો છે. Redmi 9A ભારતીય બજારમાં 4GB + 64GB और 4GB + 128GB ઓપ્શનમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન નેચર ગ્રીન, સી બ્લૂ અને મિડનાઈટ બ્લેક કલર ઓપ્શનમાં આવશે.
ડ્યૂલ સીમવાળા આ ફોનમાં MIUI 11 પર બેસ્ડ એન્ડ્રોઈડ 10 પર ચાલે છે અને તેમાં 20: 9 આસ્પેક્ટ રેશિયોવાળો 6.53-ઈંચ HD + (720x, 1,600 પિક્સલ) Dot Drop ડિસ્પ્લે છે. ફોન એક ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો જી 25 SoCથી ચાલે છે. જેની રેમ 3GB સુધી છે. તેનું ભારતીય વર્ઝન4GB રેમનું હોઈ શકે છે.
તેમાં f / 2.2 લેન્સ સાથે સિંગર, 13-મેગાપિક્સલનો રિયર કેમેરા સેન્સર છે. ફ્રન્ટમાં 5-મેગાપિક્સલ સેલ્ફી કેમેરા સેન્સર પણ છે, જેમાં f / 2.2 લેન્સ છે. આ ફોનમાં 10W ફાસ્ટ ચાર્જિંગ સર્પોટ સાથે 5,000mAhની બેટરી છે અને માઈક્રો-યૂએસબી પોર્ટ સાથે આવે છે. આ સિવાય આ 32GB ની ઈન્ટરનલ સ્ટોરેજ છે. તેનું ભારત મોડલ 128GB સુધી બિલ્ટ-ઈન સ્ટોરેજ સાથે આવી શકે છે.
Realme C11 સાથે થશે ટક્કર
Redmi 9A ની ટક્કર રિયલમીના C11 સ્માર્ટફોન સાથે થશે. રિયલમી C11 સ્માર્ટફોનમાં 6.5 ઈંચની એચડી પ્લસ રિઝોલ્યૂશન ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો G35 ચિપસેટ સાથે આવે છે. રિયલમીનો આ સ્માર્ટફોન 2GB રેમ અને 32GB સ્ટોરેજ સાથે 7,499 રૂપિયામાં ખરીદવા માટે ઉપલબ્ધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ગુજરાત
Advertisement