Tips And Tricks: કોઇ બીજુ તો નથી ચલાવી રહ્યું ને તમારું WhatsApp ? આ રીતે કરો ચેક
WhatsApp Tips And Tricks: તમારા વૉટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કોઈ બીજું કરી રહ્યું છે કે નહીં તે ચેક કરવા માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટૉલ કરવાની જરૂર રહેશે નહીં

WhatsApp Tips And Tricks: વૉટ્સએપ એ દુનિયાની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે. આ એપ દ્વારા આવા ઘણા ગુપ્ત સંદેશાવ્યવહાર કરવામાં આવે છે, જે જો કોઈના હાથમાં જાય તો પ્રાઇવસીનું ઉલ્લંઘન થઈ શકે છે. આવી સ્થિતિમાં, એ જાણવું જરૂરી છે કે કોઈ આપણા WhatsApp એકાઉન્ટનો ગુપ્ત રીતે ઉપયોગ કરી રહ્યું છે કે નહીં. વૉટ્સએપની પેરેન્ટ કંપની મેટાનો દાવો છે કે આ એપ દ્વારા કરવામાં આવતી ચેટ્સ અથવા વીડિયો-ઓડિયો કૉલ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ છે. આવી સ્થિતિમાં તે બીજા કોઈ દ્વારા ઍક્સેસ કરી શકાતું નથી. જોકે, જો કોઈ તમારા વૉટ્સએપ એકાઉન્ટની માહિતી મેળવી લે છે, તો તેઓ તેનો દુરુપયોગ કરી શકે છે.
તમારા વૉટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કોઈ બીજું કરી રહ્યું છે કે નહીં તે ચેક કરવા માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટૉલ કરવાની જરૂર રહેશે નહીં. આ તપાસવું ખૂબ જ સરળ છે. આ માટે, તમારે તમારા ફોનમાં વૉટ્સએપે લેટેસ્ટ પેચ સાથે અપડેટ કરવું પડશે. થોડા સમય પહેલા મેટાએ આ એપમાં લિંક્ડ ડિવાઇસ ફિચર ઉમેર્યું હતું. આ સુવિધા દ્વારા તમે તમારા વૉટ્સએપ એકાઉન્ટ સાથે જોડાયેલા ઉપકરણોની યાદી ચકાસી શકો છો. જો તમને લાગે કે કોઈ એવું ઉપકરણ છે જેના વિશે તમને ખબર નથી, તો તમે તે ઉપકરણને સૂચિમાંથી દૂર પણ કરી શકો છો.
ફોલો કરો આ સ્ટેપ્સ -
આ માટે તમારે સૌથી પહેલા વૉટ્સએપમાં જવું પડશે
પછી તમારે એપના હૉમ પેજ પર રાઇડ સાઇડમાં ઉપર બતાવવામાં આવેલા ત્રણ ડૉટ્સવાળા ઓપ્શન પર ટેપ કરવું પડશે.
અહીં તમને Linded Devices નું ઓપ્શન મળશે, તેના પર ટેપ કે ક્લિક કરો અને આગળ વધો.
આ ઓપ્શનમાં તમને તમારા વૉટ્સએપ એકાઉન્ટ પરથી લિન્ક્ડ તમામ ડિવાઇસીસનું લિસ્ટ દેખાશે.
આમાં તમારી Android, Windows કે પછી બ્રાઉઝર વગેરેની ડિટેલ હશે.
જો તમને કોઇ અજાણ્યા ડિવાઇસ આ લિસ્ટમાં દેખાય તો તમે તેને અહીંથી Remove કરી શકો છો.
આ રીતે તમે સરળતાથી જાણી શકો છો કે કોઈ બીજું તમારા વૉટ્સએપનો ઉપયોગ કરી રહ્યું છે કે નહીં. વધુમાં તમે તમારા એકાઉન્ટમાંથી અજાણ્યા ઉપકરણોને દૂર કરી શકો છો. આ સુવિધા બહુવિધ ઉપકરણો સાથે વૉટ્સએપમાં ઉમેરવામાં આવી હતી. આ ફિચર આવ્યા પછી યૂઝર્સ એક જ વૉટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ એકસાથે અનેક ડિવાઇસ પર કરી શકશે.
આ પણ વાંચો
જોતું રહી ગયું Apple અને Samsung, આ કંપનીએ ઉતાર્યો દુનિયાનો સૌથી Slim સ્માર્ટફોન




















