શોધખોળ કરો
Advertisement
Jio ફાઈબર કનેક્શન લેતા પહેલા જાણી લો આ ખાસ વાતો, ચેનલ જોવા અલગથી લેવું પડશે કનેક્શન
કંપની ટીવી કનેક્શન નથી આપી રહી પરંતુ 6500 રૂપિયાનું સેટ ટોપ બોક્સ આી રહી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ ફાઈબરનું 5 સપ્ટેમ્બરે કોમર્શિયલ લોન્ચ થઈ ગયું છે. કંપનીએ કુલ 6 પ્લાન્સ લોન્ચ કર્યા છે. જોકે ગ્રાહકો આ પ્લાન્સથી ખુશ નથી. લોકોને ટેલિકોમની જેમ સસ્તા પ્લાનની આશા હતી પરંતુ બ્રોડબેન્ડના અન્ય કંપનીઓ કરતાં થોડા સારા છે પરંતુ ગ્રાહકોની આશા પર ખરા ઉતર્યા નથી. જિઓ ફાઈબર લોન્ચ થયા બાદથી લોકોના મનમાં સર્વિસને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે જેનો જવાબ અમે તમને અહીં આપી રહ્યા છીએ જે તમને ઉપયોગી થશે.
જિઓ ફાઈબર વિશે પહેલા કહેવાતું હતું કે કંપની સાથે ફ્રી ટીવી કનેક્શન ઓફર કરશે જેમાં સેટેલાઈટ ટીવી ચેનલ્સ જોઈ શકાશે. પરંતુ કોમર્શિયલ લોન્ચ બાદ સ્પષ્ટ છે કે આવું કંઈ થયું નથી. એટલે કે ટીવી ચેનલ જોવા માટે તમારે અલગથી કનેક્શન લેવું પડશે. જેના માટે તમે તમારા શહેર-વિસ્તારના લોકલ કેબલ ઓપરેટરનો સંપર્ક કરી શકો છો. કંપની ટીવી કનેક્શન નથી આપી રહી પરંતુ 6500 રૂપિયાનું સેટ ટોપ બોક્સ આી રહી છે. જે વેલકમ ઓફર અંતર્ગત આપવામાં આવી રહ્યું છે. એટલે કે તમારે ચીવી ચેનલ્સ માટે માત્ર કનેક્શન લેવાનું રહેશે. નવું સેટ ટોપ બોક્સ લેવું નહીં પડે.
કંપનઈ આ સાથે એન્યુઅલ પ્લાનનો ઓપ્શન પણ આપ્યો છે. જોકે યુઝર્સ જિયો ફાઈબર લોન્ગ ટર્મ પ્લાન્સમાં મળનારા બેનેફિટ્સમાંથી કોઈ એકને પસંદ કરી શકે છે. યુઝરને લોન્ગ ટર્મ પ્લાનમાં મળનારા ફ્રી બ્લ્યૂટૂથ સ્પીકર અથવા HDTVમાંથી કોઈ એક પસંદ કરવાનું રહેશે અથવા પછી તેની જગ્યાએ લોન્ગ ટર્મ પ્લાનમાં મળતા ડબલ ડેટા ઓપ્શનને પસંદ કરી શકે. યુઝરને આ બે ઓપ્શન પસંદ નથી તો તે જિયો ફાઈબર પ્લાનની બે મહિનાની ફ્રી સર્વિસ પસંદ કરી શકે છે.
જિયો ફાઈબર કનેક્શન સાથે આવનારી FUP ડેટા લિમિટને લઈને યુઝર્સ ઘણા કન્ફ્યૂઝનમાં છે. યુઝર્સનું માનવું છે કે જિયો ફાઈબર કનેક્શન સાથે સારી એવી ડેટા લિમિટ મળશે. જોકે આવું નથી. જિયો ફાઈબરના પ્લાન્સ મંથલી ડેટા લિમિટ સાથે આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion