કોરોના કાળમાં સ્માર્ટફોનના વેચાણમાં તુટ્યા તમામ રેકોર્ડ, છેલ્લા 6 વર્ષમાં સૌથી વધુ વેચાયા, કયા સ્માર્ટફોનનો રહ્યો દબદબો, જાણો વિગતે
વર્ષ 2021માં અમેરિકા, ચીન અને ભારતમાં સૌથી વધુ સ્માર્ટફોનનુ વેચાણ થયુ છે. આ ત્રણેય દેશોમાં વર્લ્ડવાઇડ કુલ 54 ટકા સ્માર્ટફોન સેલ થયા છે.
નવી દિલ્હીઃ દુનિયાભરમાં સ્માર્ટફોન વેચાણની (Smartphone Sale) સ્પીડ સતત વધી રહી છે. જોકે આ વર્ષે 5G અને iPhone 12 સીરીઝના સ્માર્ટફોનના (Smartphone) ધમાકેદાર સેલના કારણે છેલ્લા 6 વર્ષના બધા રેકોર્ડ તુટી ગયા છે. વર્ષ 2021માં ગ્લૉબલ સ્માર્ટફોન રેવન્યૂમાં (Global Smartphone Sales) ગયા વર્ષની સરખામણીમાં 13 ટકાનો વધારો નોંધાયો છે, જે છેલ્લા 6 વર્ષોની સૌથી વધુ રેવન્યૂ છે. વર્ષ 2021માં અમેરિકા, ચીન અને ભારતમાં સૌથી વધુ સ્માર્ટફોનનુ વેચાણ થયુ છે. આ ત્રણેય દેશોમાં વર્લ્ડવાઇડ કુલ 54 ટકા સ્માર્ટફોન સેલ થયા છે. જાણો છેલ્લા 6 વર્ષમાં સૌથી કયા સ્માર્ટફોનનો રહ્યો દબદબો......
લેટેસ્ટ રિસર્ચ ફૉર સ્ટ્રેટેજી એનાલિસ્ટના રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના કારણે આર્થિક ઉથલપાથલ અને કમજોર કન્ઝ્યૂમર કૉન્ફિડન્સ હોવા છતાં સ્માર્ટફોન માર્કેટ ફરીથી વર્ષ 2021માં સ્પીડ પકડશે. સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ David Kerrના અનુસાર ભારત અને બ્રાઝિલમાં કોરોના વાયરસના કેસો ફરીથી વધી રહ્યાં છે. જોકે બાકીની જગ્યાએ સ્માર્ટફોન બેસ્ટ સેલ બેસ્ટ રહેવાની આશા છે. આવામાં વર્ષ 2021માં ગ્લૉબલી સ્માર્ટફોનનુ સેલિંગ વધવાની આશા છે.
આ સ્માર્ટફોન સૌથી વધુ વેચાયા.....
રિપોર્ટ પ્રમાણે ગ્લૉબલ સ્માર્ટફોન સેલ્સ વૉલ્યૂમમાં ગયા વર્ષની સરખામણીમાં 7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે, જે લગભગ 1.4 બિલિયન યૂનિટ હતો. વર્ષ 2021માં ગ્લૉબલ સ્માર્ટફોન હૉસસેલ એવરેજ સેલિંગ પ્રાઇસ 6 ટકા વધીને 294 ડૉલર થઇ ગયુ છે. આના પરિણામ એ હશે કે સ્માર્ટફોન હૉલસેલ રેવન્યૂ 400 બિલિયન ડૉલરથી વધુ હશે. આમને આશા હતી કે અલ્ટ્રા-પ્રીમિયમ સેગમેન્ટ (600 ડૉલરથી વધુ) હતુ. આના કારણે iPhone 12 સ્માર્ટફોનનુ શાનદાર સેલિંગ રહ્યું. લેટેસ્ટ રિસર્ચ ફૉર સ્ટ્રેટેજી એનાલિસ્ટના રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના કારણે આર્થિક ઉથલપાથલ અને કમજોર કન્ઝ્યૂમર કૉન્ફિડન્સ હોવા છતાં સ્માર્ટફોન માર્કેટ ફરીથી વર્ષ 2021માં સ્પીડ પકડશે. વર્ષ 2021માં અમેરિકા, ચીન અને ભારતમાં સૌથી વધુ સ્માર્ટફોનનુ વેચાણ થયુ છે. આ ત્રણેય દેશોમાં વર્લ્ડવાઇડ કુલ 54 ટકા સ્માર્ટફોન સેલ થયા છે.