Gmail વાપરતા લોકોને મળશે વોટ્સઅપ જેવું ફીચર, જાણો શું થશે ફાયદો
ગૂગલ, ગુગલ ચેટમાં સ્પેસ માટે નવા ફીચર્સ લઈને આવી રહ્યું છે. આ ફીચર્સમાં સ્પેસ મનેજર સેટ કરવું, સ્પેસ ગાઈડલાઈન્સ અને સ્પેસ ડિસ્ક્રિપ્શન જેવા નવાં આકર્ષણો હશે.
ગૂગલ 'ગૂગલ ચેટ'માં સ્પેસ માટે નવા ફીચર્સ લઈને આવી રહ્યું છે. આ ફીચર્સમાં સ્પેસ મનેજર સેટ કરવું, સ્પેસ ગાઈડલાઈન્સ અને સ્પેસ ડિસ્ક્રિપ્શન જેવા નવાં આકર્ષણો હશે. એક બ્લોગ પોસ્ટના માધ્યમથી જાહેર કરતાં ગુગલે કહ્યું કે, આ સુવિધાઓનો ઉદ્દેશ યુઝર્સને લોકો, વિષયો અને પરિયોજનાઓને સારી રીતે ગોઠવવામાં મદદ કરવાનો છે.
સ્પેસ મેનેજરનો રોલ કેટલાક યુઝર્સને સ્પેસમાં મેનેજ પર વધુ કંટ્રોલ આપશે. તેઓ સ્પેસમાં વિગતો જોડવામાં પણ સક્ષમ હશે અને તે ગાઈડલાઈનની પણ સમજુતી આપશે જે સભ્યો માટે એક સુરક્ષિત અનુભવ માટે નિયમ પણ સ્થાપિત કરશે.
ગૂગલે બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "મેનેજરની ભૂમિકા વાતચીતને પ્રોત્સાહન આપવા અને સંસ્થામાં સ્પેસની ઉપલબ્ધતાને નિયંત્રિત કરવા માટે ઉપકરણ આપશે." સ્પેસ બનાવવનાર મૂળભૂત રીતે સ્પેસ મેનેજર હશે. પરંતુ જો તેઓ ઈચ્છે તો અન્ય સભ્યોને પણ આ જવાબદારી આપી શકે છે. Google હવે વપરાશકર્તાઓને સ્પેસ માટે વિગતો ઉમેરવાની મંજૂરી પણ આપશે.
યુઝર્સ સ્પેસ બનાવતી વખતે અથવા હાલની સ્પેસ માટે "સ્પેસ ડિટેલ્સ જુઓ" ને પસંદ કરીને યુઝર્સ વિગતો ઉમેરી શકે છે. વિગતો ઉમેરવાની ક્ષમતા વેબ અને મોબાઇલ બંને પર ઉપલબ્ધ હશે. સ્પેસની વિગતો જોવા માટે, યુઝર્સ "સ્પેસ વિગતો જુઓ" પસંદ કરી શકે છે અથવા જ્યારે યુઝર્સ "બ્રાઉઝ સ્પેસ" દૃશ્યમાં હોય ત્યારે પણ તે જોઈ શકાય છે.
આ નવા ફીચર્સ 28 ફેબ્રુઆરીથી લોકો માટે શરૂ થઈ ગયા છે. સ્પેસ મેનેજરની ભૂમિકા 14 માર્ચ, 2022 સુધીમાં વ્યાપક રીતે ચાલુ થવાની અપેક્ષા છે. જ્યારે સ્પેસની વિગતો અને સ્પેસની માર્ગદર્શિકા આ મહિનાના અંતમાં બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચોઃ
Russia Ukraine War: યુક્રેનમાં ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત
Russia Ukraine War: ભારતીય દૂતાવાસે યુક્રેનનું કયું શહેર તાત્કાલિક છોડવા ભારતીયોને આપી સલાહ, જાણો મોટા સમાચાર