iPhone યૂઝર્સ માટે મોટી ખબર, iOS 18.2 માં મળશે આ ખાસ ફિચર, બદલાઇ જશે એક્સપીરિયન્સ
iPhone News: iPhone યૂઝર્સને ડિફૉલ્ટ ઈ-મેલ અને બ્રાઉઝર બદલવાનો વિકલ્પ મળશે. Apple iPhone માટે આ ફેરફાર યૂરોપિયન યૂનિયનની કડકાઈ બાદ જોવા મળશે
iPhone News: iOS 18.2 અપડેટ iPhone યૂઝર્સ માટે ટૂંક સમયમાં જ રૉલઆઉટ કરવામાં આવશે. iOSનું આ નવું વર્ઝન આવતા મહિને સુસંગત ઉપકરણો માટે રૉલઆઉટ કરવામાં આવશે. તાજેતરમાં એપલે iOS 18.1 સાથે iPhone માટે Apple Intelligence બહાર પાડી છે. જો કે, આ અમૂક iPhone સુધી લિમીટેડ છે. આ સિવાય વૉઇસ આસિસ્ટન્ટ સિરીને પણ અપગ્રેડ કરવામાં આવી છે. આઇઓએસ 18.2 અપડેટ સાથે આઇફોન યૂઝર્સનો અનુભવ ફરી એકવાર બદલાવા જઇ રહ્યો છે. આ મોટો ફેરફાર યૂઝર ઈન્ટરફેસમાં જોઈ શકાય છે.
iOS 18.2 માં શું છે નવું ?
રિપૉર્ટ્સનું માનીએ તો iOS 18.2માં ઘણા ફેરફારો જોવા મળશે. iPhone 11 અથવા તેનાથી ઉપરના યૂઝર્સને આ નવું અપડેટ મળશે. iPhone યૂઝર્સને ડિફૉલ્ટ એપ્સ મેનેજ કરવાનો વિકલ્પ પણ મળશે. આવો ચાલો જાણીએ આ ફેરફારો વિશે...
iPhone યૂઝર્સને ડિફૉલ્ટ ઈ-મેલ અને બ્રાઉઝર બદલવાનો વિકલ્પ મળશે. Apple iPhone માટે આ ફેરફાર યૂરોપિયન યૂનિયનની કડકાઈ બાદ જોવા મળશે. એપલ અને ગૂગલ પર એન્ટિ-ટ્રસ્ટ નિયમોના ઉલ્લંઘનના ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. આ બંને કંપનીઓ પર બજારમાં એકાધિકાર સ્થાપવાનો આરોપ છે.
આ ફિચર આવ્યા બાદ યૂઝર્સને એપલ એપ સ્ટૉર પર વધુ એપ્સ જોવા મળશે. વધુમાં યૂઝર્સ પાસે એપ્લિકેશન પસંદ કરવાનો વિકલ્પ પણ હશે. આ ફિચર iOS 18.2 ના બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે.
સેટિંગ્સ એપમાં જઈને યૂઝર્સ ડિફૉલ્ટ એપ પર જઈને તેમના ઈ-મેલ, બ્રાઉઝર વગેરેને પસંદ કરી શકે છે. આ સિવાય યૂઝર્સને કૉલિંગ, કૉલ ફિલ્ટરિંગ, મેસેજિંગ વગેરે માટે નવી એપ્સનો વિકલ્પ પણ મળશે. આ ફિચરનો ફાયદો એ થશે કે યૂઝર્સે એપલની એપ્સને ડિફૉલ્ટ એપ્સ તરીકે પસંદ કરવાની જરૂર નહીં પડે.
જોકે, આ ફિચર હાલમાં બીટા વર્ઝનમાં જોવા મળે છે. એપલ સ્ટેબલ વર્ઝનમાં પણ આ ફિચર લાવશે કે કેમ તે હજુ સુધી કન્ફૉર્મ થયું નથી. જો કે, યૂરોપિયન યૂનિયન અને અન્ય દેશોની એજન્સીઓના દબાણને કારણે Appleએ વહેલા અથવા મોડા આ સુવિધા લાવવી પડશે.
આ પણ વાંચો
Vivo S20 સિરીઝની પહેલી ઝલક સામે આવી, જાણો આ સુંદર ફોનની લોન્ચિંગ તારીખ અને વિગતો