શોધખોળ કરો

Google Deal: ગૂગલની સૌથી મોટી ડીલ, 23 બિલિયન ડૉલરમાં આ સ્ટાર્ટઅપ કંપનીને ખરીદવાના તૈયારી

Google Deal: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઈતિહાસની સૌથી મોટી ડીલ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર, ટેક જાયન્ટ સાયબર સુરક્ષા ક્ષેત્રની સ્ટાર્ટઅપ કંપની વિઝને ખરીદવા જઈ રહી છે

Google Deal: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઈતિહાસની સૌથી મોટી ડીલ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર, ટેક જાયન્ટ સાયબર સુરક્ષા ક્ષેત્રની સ્ટાર્ટઅપ કંપની વિઝને ખરીદવા જઈ રહી છે. આ ડીલ 23 બિલિયન ડોલરમાં થઈ શકે છે, જે ગૂગલના ઈતિહાસમાં સૌથી મોટી ડીલ હશે.

અંતિમ રૂપની નજીક, જલદી એલાન સંભવ  
રૉઇટર્સના અહેવાલ મુજબ, આલ્ફાબેટ $23 બિલિયનમાં વિઝને ખરીદવાના સોદાને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. આ ડીલ હેઠળ ગૂગલની પેરેન્ટ કંપની મોટાભાગની ચૂકવણી રોકડમાં કરશે. તેને ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવશે અને તે પછી ડીલની સત્તાવાર જાહેરાત શક્ય છે.

કેટલીય દિગ્ગજ કંપનીઓ સાથે કરી રહી છે કામ 
વિઝ એ સાયબર સિક્યૂરિટી સ્ટાર્ટઅપ કંપની છે, જે ઇઝરાયેલમાં શરૂ કરવામાં આવી હતી. હાલમાં કંપનીનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક, અમેરિકામાં છે. આ કંપની ક્લાઉડ આધારિત સાયબર સુરક્ષા સર્વિસ પૂરી પાડે છે. ઝડપથી વધી રહેલી આ નવી કંપનીના ગ્રાહકોમાં મૉર્ગન સ્ટેનલી અને ડૉક્યૂસાઇન જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. કંપની માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી અગ્રણી ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓની ભાગીદાર પણ છે.

કેટલાય દેશોમાં કારોબાર ફેલાવી ચૂકી છે વિઝ 
વિઝનું કામ ઘણા દેશોમાં ફેલાયેલું છે. કંપનીના અમેરિકા, યૂરોપ, એશિયા અને ઇઝરાયેલમાં 900 કર્મચારીઓ છે. કંપની આ વર્ષે વધુ 400 કર્મચારીઓની ભરતી કરવાની યોજના પર કામ કરી રહી છે. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વાસ્તવિક સમયમાં સાયબર જોખમોને ઓળખવા માટે કરે છે અને તેને રોકવા માટે પગલાં લે છે. વર્ષ 2023માં વિજની આવક લગભગ $350 મિલિયન હતી.

એક દાયકા પહેલા થયો હતો આ મોટો સોદો 
આ ડીલ ગૂગલ માટે નવો ઈતિહાસ લખી શકે છે. ગૂગલે તેના દાયકાઓ-લાંબા ઇતિહાસમાં ક્યારેય આટલો મોટો સોદો કર્યો નથી. અત્યાર સુધી ગૂગલનો સૌથી મોટો સોદો મોટોરોલા મોબિલિટી ખરીદવાનો છે. તે સોદો 2012માં કરવામાં આવ્યો હતો અને ગૂગલે તેના પર $12.5 બિલિયનનો ખર્ચ કર્યો હતો. જો કે, તે સોદો Google માટે ખોટ કરનારો સાબિત થયો અને તેણે પાછળથી માત્ર $2.91 બિલિયનમાં મોટોરોલા મોબિલિટી વેચી. વિઝનો પ્રસ્તાવિત સોદો તે સોદા કરતા લગભગ બમણો થવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget