શોધખોળ કરો

Google Driveમાં આવ્યુ શાનદાર અપડેટ, એક સ્ક્રીનમાં ઓપરેટ કરી શકશો બે અલગ અલગ એકાઉન્ટ

આ ફિચર કંપનીએ રૉલઆઉટ કરવાનું શરૂ કરી દીધુ છે, જે ધીમે ધીમે લોકોને મળવા લાગશે.

Google Drive Update: ગૂગલ પોતાની 'ગૂગલ ડ્રાઇવ એપ' પર એક ખાસ કમાલનું અને આકર્ષક અપડેટ આપવા જઈ રહ્યું છે. આ અંતર્ગત એન્ડ્રોઇડ યૂઝર્સ એક જ ડિવાઈસ અને સ્ક્રીન પર બે અલગ-અલગ ગૂગલ ડ્રાઈવ એકાઉન્ટ ઓપરેટ કરી શકશે. નવા ફિચરનું નામ છે 'મલ્ટી એકાઉન્ટ સપોર્ટ'. આ ફિચરની મદદથી યૂઝર્સ ટેબલેટ અને મોટી સ્ક્રીનવાળા એન્ડ્રોઈડ ફોન પર એકસાથે બે વસ્તુઓનો યૂઝ કરી શકશે. ધારો કે તમારે એક ડ્રાઇવ એકાઉન્ટના ફૉલ્ડરમાં XL શીટ ભરવાની છે અને તેનો ડેટા બીજા એકાઉન્ટમાં રાખેલો છે. આ પહેલા આ કામ કરવા માટે બે જગ્યાએ અલગ-અલગ એકાઉન્ટ ઓપન કરવા પડતા હતા, પરંતુ હવે યૂઝર્સ એક જ ડિવાઇસમાં એક જ સમયે એક સ્ક્રીન પર બે અલગ-અલગ એકાઉન્ટ આસાનીથી ઓપન કરી શકશે. 

આ ફિચર કંપનીએ રૉલઆઉટ કરવાનું શરૂ કરી દીધુ છે, જે ધીમે ધીમે લોકોને મળવા લાગશે.

ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યુ હતુ આ ફિચર - 
ગૂગલે ગયા વર્ષે એન્ડ્રોઇડ યૂઝર્સના એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે ગૂગલ ડ્રાઇવમાં 'મલ્ટી ઇન્સ્ટન્સ સપોર્ટ' નામનું ફિચર એડ કર્યુ હતું. તેની મદદથી યૂઝર્સ બે અલગ અલગ સ્ક્રીન પર એક Google એકાઉન્ટની વસ્તુઓ જોઈ શકતા હતા. ઉદાહરણ તરીકે, જો તમે વીડિયો ફૉલ્ડર પર ટેપ કરશો, તો એકબાજુ તમને ફૉલ્ડર સ્ક્રીન દેખાશે અને બીજીબાજુ ફૉલ્ડરની અંદરની વસ્તુઓ દેખાશે. જોકે, આ ફેસિલિટીમાં એક પ્રૉબ્લમ એ હતો કે બે અલગ-અલગ સ્ક્રીન પર માત્ર એક જ Google એકાઉન્ટ ચાલતું હતું. એટલે કે એકસરખા એકાઉન્ટની વસ્તુઓ વધુ સારી રીતે દેખાતી હતી. પરંતુ હવે કંપનીએ આ સમસ્યાને પણ દુર કરી દીધી છે અને લોકોને ડ્રાઇવ પર બે એકાઉન્ટનો ઓપ્શન આપી દીધો છે.

Google Driveમાં આવ્યુ શાનદાર અપડેટ, એક સ્ક્રીનમાં ઓપરેટ કરી શકશો બે અલગ અલગ એકાઉન્ટ

ગૂગલ શીટમાં પણ આપ્યો ઓટો ફિલનો ઓપ્શન  - 
ગૂગલે ગૂગલ શીટ પર લોકોને માઉસની મદદથી ઓટો ફિલનો ઓપ્શન આપ્યો છે. યૂઝર્સ કોઈપણ ટેક્સ્ટને ડ્રેગ કે પછી ડબલ ક્લિક કરીને આ કામ કરી શકશે. તમે સારી સમજી શકો એ માટે અમે અહીં તસવીરો એડ કરી રહ્યાં છીએ. 

Google Driveમાં આવ્યુ શાનદાર અપડેટ, એક સ્ક્રીનમાં ઓપરેટ કરી શકશો બે અલગ અલગ એકાઉન્ટ

Google Driveનું સ્ટૉરેજ થઇ ગયુ છે ફૂલ ? ચપટીમાં આ રીતે કરી દો ક્લિન, આસાન સ્ટેપ્સ......

નવી દિલ્હીઃ ગૂગલ તમને Google Driveમાં માત્ર 15GB ફ્રી સ્પેસ આપે છે. આ 15GBની લિમીટમાં તમારુ Gmail એકાઉન્ટ (મેસેજ અને એટેચમેન્ટ) અને Google Photos પણ સામેલ છે. આવામાં ગૂગલ ડ્રાઇવનુ સ્ટૉરેજ બહુ ઓછા સમયમાં ફૂલ થઇ જાય છે. જોકે કેટલાક આસાન સ્ટેપ્સથી તમે ગૂગલ ડ્રાઇવને ક્લિન કરીને ફરીથી જગ્યા બનાવી શકો છો. અહીં અમે તમને Google ડ્રાઇવ ખાલી કરવાના આસાન સ્ટેપ્સ બતાવી રહ્યાં છીએ. 

ચિંતા ના કરો, આ માટે તમારે Google ડ્રાઇવ પર વધુ સમય ખર્ચ કરવાની જરૂર નહીં પડે. અહીં તમને એક સ્ટૉરેજ મેનેજમેન્ટનુ ફિચર આપવામાં આવ્યુ છે, જે તમારી તમામ ફાઇલોની સાઇઝના હિસાબથી લિસ્ટ બનાવી દે છે. જે મોટી ફાઇલ હશે તે સૌથી ઉપર દેખાશે. 

આ રીતે ડિલીટ કરો ફાલતૂ ફાઇલ્સ -

1. સૌથી પહેલા તમારા બ્રાઉઝરમાં Google ડ્રાઇવ વેબસાઇટ ખોલો, તમારી ડાબી બાજુ Storage નો ઓપ્શન દેખાશે, આના પર ક્લિક કરો. 

2. આનાથી તમને ખબર પડશે કે તમારી પાસે કેટલી સ્પેસ ખાલી છે, અહીં તમને તમામ મોટી ફાઇલોનુ લિસ્ટ મળી જશે. 

3. કોઇ ફાઇલને સિલેક્ટ કરવા માટે તેના ઉપર ક્લિક કરો, એકથી વધુ ફાઇલ પસંદ કરવા માટે કમાન્ડ/કન્ટ્રૉલ બટન દબાવીને રાખો. 

4. ફાઇલને હટાવવા માટે ઉપરની બાજુએ ટૂલબારમાં આપવામાં આવેલા Delete બટન (આ ટ્રેશકેન આઇકૉન જેવુ દેખાય છે) પર ક્લિક કરો. 

5. આ રીતે તમારી Google ડ્રાઇવ ફાઇલ ડિલીટ થઇને Trash ફૉલ્ડરમાં જતી રહેશે. 

6. તમે ઇચ્છો તો એકવારમાં આખુ ફૉલ્ડર પણ ડિલીટ કરી શકો છો. 

આ સ્ટેપ પણ છે જરૂરી - 

1. ડિલીટ થયા બાદ ફાઇલ્સ Google ડ્રાઇવ પર તો નથી દેખાતી, પરંતુ આના Trash ફૉલ્ડરમાં જતી રહે છે. 

2. આ ડેટા 30 દિવસ સુધી આ ફૉલ્ડરમાં રહે છે અને જગ્યા પણ રોકે છે. 

3. એટલા માટે હવે Storage ની ઉપર આપવામાં આવેલા Trash ફૉલ્ડર પર જઇને ફાલતુ ફાઇલ્સ હંમેશા માટે ડિલીટ કરવી પડશે. 

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
Embed widget