(Source: ECI/ABP News/ABP Majha)
Google: બધા લોકો માટે ફ્રી થયું Google Photosનું AI એડિટિંગ ફિચર, આ 4 રીતે કરો યૂઝ
Google Photos AI Editing: ગૂગલ ફોટોઝ એઆઇ એડિટિંગ આ સુવિધા હવે દરેક માટે ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે. હવે લોકોને તેનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવાની જરૂર નથી
Google Photos AI Editing: ગૂગલ ફોટોઝ એઆઇ એડિટિંગ આ સુવિધા હવે દરેક માટે ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે. હવે લોકોને તેનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવાની જરૂર નથી. હવે યૂઝર્સ AI એડિટિંગ ફિચર્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકશે. Google Photos ના AI એડિટિંગ ટૂલમાં Magic Eraser, Photo Unblur અને Portrait Light સામેલ છે.
Google Photos AI editing Tools -
ગૂગલ ફોટોઝના વરિષ્ઠ પ્રૉડક્ટ મેનેજર સેલેના શાંગે જણાવ્યું હતું કે આ ખરેખર ખુશીની વાત છે કે મોટી સંખ્યામાં લોકો આ ટૂલ્સનો ઉપયોગ કરી શકશે. અમે આના પર ઘણું કામ કર્યું છે અને અમને આશા છે કે તે Android અને iOS ઉપકરણો પર યોગ્ય રીતે કામ કરશે. તમને જણાવી દઈએ કે લોકો હવે આ AI ટૂલ્સનો ઉપયોગ Google Photosમાં ચાર અલગ-અલગ રીતે કરી શકશે.
સારી ફોટો ક્વૉલિટી માટે લેયરિંગ એડિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એલેના શાંગે કહ્યું કે તેણે આ ટૂલ પર કામ કર્યું છે અને મેજિક એડિટરની અંદર અને બહારના લેયરોને એડિટ કર્યા છે. તેણીએ કહ્યું કે તે મેજીક એડિટરની અંદર પૉટ્રેટ પ્રીસેટ લાગુ કરશે. આ પછી વધારાની વસ્તુઓ સાફ કરવા માટે મેજિક એડિટરનો ઉપયોગ કરો અને પછી રેગ્યૂલર એડિટરમાં ફોટોનો ટૉન અને બ્રાઈટનેસ એડજસ્ટ કરો.
અલગ અલગ જગ્યાએ યૂઝ કરો Magic Editor -
મેજિક એડિટરમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાંથી એક જનરેટિવ AI-સંચાલિત ઇરેઝ ટૂલ છે. મેજિક એડિટર અને મેજિક ઈરેઝરની ઈરેઝ ફિચર બંને તમને ઈમેજમાંથી અનિચ્છનીય તત્વોને દૂર કરવાની મંજૂરી આપે છે, અને બંને અલગ અલગ રીતે અસરકારક છે. સેલેના કહે છે કે મેજિક ઇરેઝર ફોટાના નાના વિસ્તારો પર ઝડપી સુધારા માટે શ્રેષ્ઠ કામ કરે છે.
સ્ટ્રેન્થ સ્લાઇડરનો આ રીતે કરો યૂઝ
Google Photos ના ઘણા AI એડિટિંગ ટૂલ્સમાં સ્ટ્રેન્થ્સ સ્લાઇડરનો સમાવેશ થાય છે. આ યૂઝર્સને અસરની તીવ્રતાને સંતુલિત કરવાની મંજૂરી આપે છે.