Google I/O 2024: તમામ એન્ડ્રોઇડ ફોનને મળશે આ પ્રીમિયમ ફીચર્સ, ગૂગલની છ મોટી જાહેરાતો
Google I/O 2024: Google I/O 2024 ઇવેન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત હતી.
Google I/O 2024: Google I/O 2024 ઇવેન્ટ પૂર્ણ થઇ ગઇ છે. 14 મે, 2024 ના રોજ આયોજિત આ ઇવેન્ટમાં કેટલાક હાર્ડવેર પ્રોડક્ટ જેવા કે Pixel Fold 2ની લોન્ચની આશા હતી પરંતુ એવું થયુ નહોતું. Google I/O 2024 ઇવેન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત હતી. આ ઈવેન્ટમાં ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે દુનિયામાં 2 અબજથી વધુ લોકો AI ટૂલ જેમિનીનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય 1.5 મિલિયન ડેવલપર્સ જેમિની API નો ઉપયોગ કરી રહ્યા છે. આ ઈવેન્ટમાં આવી ઘણી જાહેરાતો કરવામાં આવી હતી જે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ખૂબ મહત્વની છે.
તમામ Android ફોનમાં પ્રીમિયમ ફીચર્સ
ગૂગલે આ ઈવેન્ટમાં કહ્યું કે સર્કિલ ટુ સર્ચ જેવી પ્રીમિયમ AI ફીચર્સ ટૂંક સમયમાં તમામ એન્ડ્રોઈડ ફોનમાં ઉપલબ્ધ થશે. આ માટે એક મોટું અપડેટ બહાર પાડવામાં આવશે. આ ફીચર સેમસંગ ગેલેક્સી અને ગૂગલ પિક્સેલ ફોન પૂરતું મર્યાદિત હતું. સર્કલ ટુ સર્ચ દ્વારા યુઝર્સ ગણિતના પ્રશ્નો, આકૃતિઓ, ગ્રાફ વગેરે પણ બનાવી શકશે.
જેમિનીનું અપડેટ
ગૂગલે કહ્યું કે જેમિની એપનો ઉપયોગ એન્ડ્રોઇડ ફોનમાં કરી શકાય છે. તેને ઘણા નવા ફીચર્સ સાથે અપગ્રેડ પણ કરવામાં આવશે. એન્ડ્રોઇડ પર જેમિની યુટ્યુબ વીડિયો વિશે પણ માહિતી આપશે. આ સિવાય પીડીએફ ડોક્યુમેન્ટ પણ તેની મદદથી સ્કેન કરી શકાય છે.
અપગ્રેડ થઇ ડાયલર એપ
ગૂગલે તેની ડાયલર એપ સાથે AI સપોર્ટ પણ રીલિઝ કર્યો છે. હવે ગૂગલનું ડાયલર સ્પામ કોલને સરળતાથી ઓળખી શકશે. તેનો લાઇવ ડેમો Google I/O 2024 કીનોટ દરમિયાન બતાવવામાં આવ્યો હતો, જે મુજબ આ ફીચર રીઅલ ટાઇમમાં કામ કરશે.
Google TalkBack
એન્ડ્રોઇડ ફોન્સ સાથે ઉપલબ્ધ ગૂગલ ટોકબેક ફીચરની સાથે હવે Gemini Nano મલ્ટિમોડલ ફીચર પણ સપોર્ટ કરશે. દૃષ્ટિહીન લોકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. જેમિની સપોર્ટ બાદ તે પહેલા કરતા વધુ સારી રીતે માહિતી પ્રદાન કરશે. તેનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટની જરૂર પડશે નહીં.
Gemini 1.5 Pro
ગૂગલે Gemini 1.5 Pro દરેક માટે લોન્ચ કર્યો છે. હવે કોઈપણ જેમિની 1.5 પ્રોનો ઉપયોગ કરી શકે છે. તે Gemini Advanced મારફતે યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ગૂગલના દાવા મુજબ, યુઝર્સ Gemini 1.5 Pro પર 30,000 લાઇનના કોડ અપલોડ કરી શકે છે. જેમિની એડવાન્સ સાથે ડેટા એનાલિટિક્સનું ફીચર પણ ઉપલબ્ધ હશે. જેમિની એડવાન્સ અન્ય 35 ભાષાઓને પણ સપોર્ટ કરશે.
ગૂગલ કેમેરામાં Gemini
ChatGPT 4o AIની જેમ Google એ તેના જેમિની AI માટે Google કૅમેરા માટે સપોર્ટ આપ્યું છે. કેમેરા સાથે આપવામાં આવેલ AI ભૂતકાળની વસ્તુઓને પણ યાદ રાખશે, એટલે કે આ કેમેરાની મદદથી તમે વીડિયો રેકોર્ડ કરી શકશો અને તે વીડિયો વિશે જેમિનીને પ્રશ્નો પૂછી શકશો.