ગૂગલ 1લી જૂનથી બંધ કરી રહી છે આ ખાસ સર્વિસ, જલ્દી લઇ લો પોતાનો બેકઅપ નહીં તો ચૂકવવા પડશે રૂપિયા......
રિપોર્ટ છે કે આગામી મહિનાથી ગૂગલ હવે યૂઝર્સને 15 GB ક્લાઉડ સ્ટૉરેજ ફ્રી આપશે, જેમાં ગૂગલની તમામ પ્રૉડક્ટ્સ માટે બરાબર સ્પેસ મળશે. ગૂગલ પર હવે યૂઝર્સને 15 GBથી વધુ સ્પેસ માટે તમારે ગૂગલનુ Google One ખરીદવુ પડશે. આમાં તમને 100 GBના સ્ટૉરેજ માટે 19.99 ડૉલર એટલે કે લગભગ 1460 રૂપિયા ચૂકવવા પડશે.
નવી દિલ્હીઃ ટેક જાયન્ટ Google પોતાની ફોટોઝ Google photos માટે ફ્રી સ્ટૉરેજને જલ્દી બંધ કરવા જઇ રહ્યું છે. આ એપના દુનિયાભરમાં કરોડો યૂઝર્સ છે. રિપોર્ટ છે કે આગામી મહિનાથી ગૂગલ હવે યૂઝર્સને 15 GB ક્લાઉડ સ્ટૉરેજ ફ્રી આપશે, જેમાં ગૂગલની તમામ પ્રૉડક્ટ્સ માટે બરાબર સ્પેસ મળશે. ગૂગલ પર હવે યૂઝર્સને 15 GBથી વધુ સ્પેસ માટે તમારે ગૂગલનુ Google One ખરીદવુ પડશે. આમાં તમને 100 GBના સ્ટૉરેજ માટે 19.99 ડૉલર એટલે કે લગભગ 1460 રૂપિયા ચૂકવવા પડશે.
1 જૂનથી બંધ થઇ શકે છે ફ્રી સર્વિસ......
ફ્રી સર્વિસ બંધ થયા બાદ તમે જો તમારા પોતાના ફોટોઝને સેફ રાખવા ઇચ્છતા હોય તો તમારે તમારા જુના ફોટોઝને ડાઉનલૉડ કરીને પોતાના લેપટૉપમાં સેવ કરવા પડશે. ગૂગલ અનુસાર, 1લી જૂન, 2021થી પહેલા અપલૉડ કરવામાં આવેલા ફોટોઝ અને વીડિયો 15GB સ્ટૉરેજમાં સામેલ નહીં થાય. સાથે જ ફ્રી 15 GBની ફ્રી સ્પેસ ગૂગલની બીજી એપ્સ જેવી કે જીમેઇલ, ગૂગલ ડૉક્સ, ગૂગલ શીટ અને ગૂગલ ડ્રાઇવમાં બરાબર વહેંચવામાં આવશે.
સ્પેસ ખતમ થવા પર મેઇલ કરશે ગૂગલ......
વળી, જો તમને 15 GBની પણ ફ્રી સ્પેસ ભરાવવા લાગશે તો ગૂગલ તમને મેઇલ કરીને તમને ઇન્ફોર્મ કરશે. જો તમારુ સ્ટૉરેજ બિલકુલ નહીં બચ્યુ હોય તો પણ તમે Google One કે પછી બીજા ક્લાઉડ સ્ટૉરેજની સર્વિસને ખરીદી કરીને પોતાનો ડેટા સેફ રાખી શકો છો. ગૂગલ યૂઝર્સને ગૂગલ ફોટોઝમાં તમામ ડેટા ડાઉનલૉડ કરવાનો ચાન્સ આપી રહી છે. આવામાં યૂઝર્સ તેને અન્ય ક્લાઉડ સ્ટૉરેજમાં સુરક્ષિત રાખી શકો છો. સેવ કરી શકો.
ઉલ્લેખનીય છે કે, અત્યાર ગૂગલ દ્વારા ગ્રાહકોને અમર્યાદિત મફત સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે, જેના દ્વારા યૂઝર્સ તેમાં તેમના ફોટા, ડૉક્યૂમેનેટ, વીડિયો અથવા કોઈપણ વસ્તુને ઓનલાઇન સ્ટૉર કરી શકે છે, અને ઇન્ટરનેટ દ્વારા ગમે ત્યાં એક્સેસ કરી શકે છે. જોકે ગૂગલ તેના ગ્રાહકોને 15 જીબી સુધી સ્ટૉર કરવાની મંજૂરી આપે છે, પરંતુ ગ્રાહકોને આના કરતાં વધુ જગ્યાની જરૂર છે અને જો તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે, તો તેઓએ આ માટે અલગથી ચાર્જ ચુકવવો પડશે.