જો તમે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો તો સાવધાન! ટ્રીપ પર જતાં પહેલા આ વાતોનું ખાશ ધ્યાન રાખો
Google Map Tips: ગૂગલ મેપ આજકાલ લોકોના જીવનનો એક જરૂરી ભાગ બની ગયું છે, પરંતુ આના દ્વારા દેખાળવામાં આવેલ રસ્તાઓ પર તમારે સંપૂર્ણ વિસશ્વાસ ન કરવો જોઈએ, નહીં તો કોઈ મોટું નુકશાન થઈ શકે છે.

Google Map: ગૂગલ મેપના અસ્તિત્વમાં આવ્યા બાદ લોકોને કોઈપણ અજાણ્યા સ્થળ પર જવા માટે વિચારવું પડતું નથી. તમારે માત્ર ગૂગલ મેપ પર તે જગ્યાનું લોકેશન નાખવાનું છે અને પછી ગૂગલ મેપ તમને તે જગ્યા પર જવાનો રસ્તો બતાવે છે. તમારે ફક્ત તેના દ્વારા બતાવવામાં આવેલ માર્ગને અનુસરવાનું છે, પછી ભલે તમે વાહનમાં હોવ કે ચાલતા હોવ.
ગૂગલ મેપ સાબિત થઈ શકે છે ખતરનાખ
અગાઉ, જ્યારે લોકો નવી જગ્યાએ જતા હતા, ત્યારે તેઓએ વિવિધ સ્થળોએ ઊભા રહીને દુકાનદારો અથવા સ્થાનિક લોકોને દિશાઓ માટે પૂછવું પડતું હતું. ગૂગલ મેપ આવ્યા બાદ લોકોને આ પરેશાનીનો સામનો કરવો પડતો નથી. ગૂગલ મેપ દરેક વખતે લોકોને તેમના જણાવેલ સ્થળ સુધી પહોંચવામાં મદદ કરે છે, પરંતુ ઘણી વખત ગૂગલ મેપ પણ લોકોને મૃત્યુની અણી પર લઈ ગયો છે. તાજેતરના સમયમાં, આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં લોકોએ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતી વખતે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે.
હોસ્પિટલને બદલે નદીનો રસ્તો આવ્યો
તાજેતરનો મામલો કેરળનો છે. અહીં હોસ્પિટલ જઈ રહેલા બે છોકરાઓ ગૂગલ મેપનો ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ તેમને હોસ્પિટલ લઈ જવાને બદલે ગૂગલ મેપ તેમને નદીમાં લઈ ગયો, જેના કારણે તેઓ નદીના જોરદાર પ્રવાહમાં ખરાબ રીતે ફસાઈ ગયા. માહિતી મળ્યા પછી, વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું અને દોરડાની મદદથી બંને છોકરાઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, જેથી તેમનો જીવ બચી ગયો.
અન્ય એક કિસ્સો કેરળના કુરુપંથરાથી પ્રકાશમાં આવ્યો, જ્યાં 4 પ્રવાસીઓ તેમની કારમાં ગૂગલ મેપ દ્વારા માર્ગ શોધી રહ્યા હતા અને ગૂગલ મેપ તેમને નદીમાં ધકેલી દીધા. બાદમાં સ્થાનિક લોકો અને પોલીસે ચારેય પ્રવાસીઓના જીવ બચાવ્યા હતા.
ગૂગલ મેપ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરો.
ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે લોકો કંઈપણ જાણ્યા વગર ગુગલ મેપના રૂટને આંખ આડા કાન કરે છે. આ તેમના માટે ખતરાની બાબત સાબિત થઈ શકે છે. કોઈપણ નવી અને અજાણી જગ્યાએ જતા પહેલા તેના રૂટને સારી રીતે સમજી લો, જેથી રસ્તામાં ગૂગલ મેપ તમને સાથ ન આપે તો પણ તમે તમારા ગંતવ્ય સ્થાને પહોંચી શકો.
આ સિવાય તમે જે પણ વિસ્તારમાં જાવ ત્યાં નજીકના પોલીસ સ્ટેશન અને હોસ્પિટલના નંબરો તમારી સાથે રાખો, જરૂર પડ્યે તેનો ઉપયોગ કરો. તમારી મુસાફરી દરમિયાન, તમારા ગંતવ્ય માટેના દિશા નિર્દેશો માટે સ્થાનિક લોકોને પૂછતા રહો. આની મદદથી તમે ગૂગલ મેપ દ્વારા આપવામાં આવેલી માહિતીને ક્રોસ ચેક કરી શકશો.
ગૂગલ મેપનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ખાશ ધ્યાન રાખો
સફર શરૂ કરતા પહેલા રૂટને સારી રીતે જાણો અને સમજો. અજાણ્યા અને નિર્જન રસ્તાઓ પર કાર લેવાનું ટાળો.
ગૂગલ મેપને હંમેશા અપડેટ રાખો, જેથી તમે નવીનતમ રૂટ વિશે જાણી શકો.
જો Google Map તમને રસ્તામાં નિષ્ફળ કરે છે, તો સ્થાનિક લોકોની મદદ લો. સ્થાનિક લોકો તે વિસ્તારને ગૂગલ મેપ કરતાં વધુ સારી રીતે જાણે છે.
ઘણી વખત આપણે એવી જગ્યાએ અટવાઈ જઈએ છીએ જ્યાં ઈન્ટરનેટ નથી. જેના કારણે ગૂગલ મેપ કામ કરતું નથી. આને અવગણવા માટે, ઑફલાઇન નકશા ડાઉનલોડ કરો અને રાખો.





















