Google Meet એ યૂઝર્સને આપ્યો ઝટકો, હવે માત્ર આટલી મિનિટ જ કરી શકાશે ફ્રી વીડિયો કોલિંગ
ગૂગલ મીટે પોતાના ગાઇડલાઇનને અપડેટ કરી દીધી છે જેમાં ટાઇમ લિમિટનો ઉલ્લેખ કર્યો છે. ગૂગલનું કહેવું છે કે યુઝર્સને 55 મિનિટ થવા પર નોટિફિકેશન મળશે કે કોલ ખત્મ થવાની તૈયારીમાં છે.
Google Meetએ પોતાના યુઝર્સ માટે ગ્રુપ કોલની લિમિટ 60 મિનિટ નક્કી કરી દીધી છે. ગૂગલે આ લિમિટ તેમના એ યુઝર્સ માટે સેટ કરી છે જે સર્વિસને ફ્રીમાં ઉપયોગમાં કરી રહ્યા હતા. ગયા વર્ષે કંપનીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર 2020 સુધી ગ્રુપ વીડિયો કોલિંગ પર કોઇ પણ પ્રકારની ટાઇમ લિમિટ સેટ કરવામાં આવશે નહીં. બાદમાં કંપનીએ તેને જૂન 2021 સુધી વધારી દીધી હતી. પરંતુ હવે કંપની તને આગળ વધારશે નહીં. જે લોકોને આ 60 મિનિટ જોઇતી નથી તેઓને પેઇડ એકાઉન્ટ માટે અપગ્રેડ કરવી પડશે. જેના માટે તે ત્રણ અને તેનાથી વધુ લોકો સાથે અનલિમિટેડ ગ્રુપ વીડિયો કોલ કરી શકશે.
ગૂગલે ગાઈડલાઈન પાડી બહાર
ગૂગલ મીટે પોતાના ગાઇડલાઇનને અપડેટ કરી દીધી છે જેમાં ટાઇમ લિમિટનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ફ્રી જીમેઇલ યુઝર્સને હવે ત્રણ અને તેનાથી વધુની સાથે ગ્રુપ કોલ માટે ફક્ત 60 મિનિટની લિમિટ મળશે. ગૂગલનું કહેવું છે કે યુઝર્સને 55 મિનિટ થવા પર નોટિફિકેશન મળશે કે કોલ ખત્મ થવાની તૈયારીમાં છે.
નથી આપ્યું કોઈ કારણ
ગૂગલે ગ્રુપ કોલ માટે ટાઇમ લિમિટેશન લગાવવાનું કોઇ કારણ બતાવ્યું નથી. કંપનીનું આમ કરવા પાછળનું કારણ એ છે કે વધુને વધુ લોકો વર્કસ્પેસ ઇન્ડિવિઝ્યુઅલ સબ્સક્રિપ્શન પ્લાનમાં અપગ્રેડ કરે. જે લોકો ગૂગલ મીટ પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મેળવવા માંગે છે તે તેમને ગૂગલ મીટ હેલ્પ વેબસાઇટ અપગ્રેડ કરવાની જાણકારી આપી છે. જેનાથી તે ગૂગલ વર્કસ્પેસ સબ્સક્રિપ્શનના પેડ સર્વિસ માટે સાઇન અપ કરી શકે છે. ગૂગલે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે ગૂગલ વર્કસ્પેસ ઇન્ડિવિઝ્યુઅલ ટિયર માટે લગભગ 750 રૂપિયા પ્રતિ મહિને આપવા પડશે. જો યુઝર આ પ્લેન લેશે તો તે એક કલાકથી વધુ સમય એટલે કે 60 મિનિટથી વધુ લિમિટને મેળવી શકશે.