(Source: ECI/ABP News/ABP Majha)
Alert : જો છેતરપિંડીના કોલથી બચવું હોય તો કરો આ સેટિંગ, વર્ષોની કમાણી થઈ જશે સેફ
ગૂગલે તેના વૉઇસ ફીચરમાં એક ચેતવણી ઉમેરી છે જે શંકાસ્પદ કૉલ્સને 'સસ્પેક્ટેડ સ્પામ કૉલર' લેબલથી ચિહ્નિત કરશે અને તમને ચેતવણી આપશે.
Spam call Alert : ઇન્ટરનેટના આવિષ્કારની સાથો સાથ ડિજિટલ છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. લગભગ બધા મોબાઈલ ધારકોના ફોન પર ક્યારેક ને ક્યારેક તોયે આવા કોલ આવ્યા જ હશે જે સ્પામ અથવા નકલી છે. ઘણા લોકો તેમના સ્માર્ટફોનમાં Truecaller નામની એપ્લિકેશન રાખે છે, જે પહેલાથી જ લોકોને ચેતવણી આપવાનું શરૂ કરે છે કે આ કોલ સ્પામ અથવા છેતરપિંડીનો છે. Truecallerની જેમ હવે Google પણ તમને સ્પામ કોલ વિશે માહિતી આપશે. હકીકતમાં ગૂગલ તેની વોઈસ એપમાં એક નવું અપડેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનાથી તમે ફ્રોડ કૉલ્સને અવગણી શકશો.
ગૂગલે તેના વૉઇસ ફીચરમાં એક ચેતવણી ઉમેરી છે જે શંકાસ્પદ કૉલ્સને 'સસ્પેક્ટેડ સ્પામ કૉલર' લેબલથી ચિહ્નિત કરશે અને તમને ચેતવણી આપશે. જો તમને લાગે છે કે કૉલ સ્પામ નથી તો તમે તેને સ્પામ લિસ્ટમાંથી પણ દૂર કરી શકો છો. Googleએ આ સુવિધાને Google Voiceના WiFi અને નેટવર્ક સેલ્યુલર સ્વિચિંગના નવીનતમ સંસ્કરણમાં ઉમેર્યું છે. એટલે કે જો તમે WiFiથી પણ કોલ લઈ રહ્યા છો તો તમને એક ચેતવણી દેખાશે.
આવા લેબલ નકલી કોલ પર દેખાશે
નવા અપડેટ બાદ જ્યારે પણ તમને કોઈ શંકાસ્પદ કોલ આવશે, ત્યારે ગૂગલ તેને ચેક કરશે અને તમને એલર્ટ કરશે. જો આ કૉલ સ્પામ છે તો તમને ચેતવણી તરીકે લાલ રંગનું લેબલ દેખાશે જેના પર શંકાસ્પદ 'સ્પામ કૉલર; લખાયું હશે. અત્યાર સુધી લોકો થર્ડ પાર્ટી એપ્લીકેશન જેમ કે Truecaller વગેરેથી આ માહિતી મેળવી શકતા હતા પરંતુ હવે તમને આ સુવિધા Google Voiceમાં પણ મળી રહેશે. ગૂગલ એડવાન્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નંબરોને સ્પામ તરીકે ઓળખી કાઢશે.
આ સુવિધા મળશે
ઘણી વખત એવું પણ બને છે કે, કોલ તમારા ઉપયોગનો હોય પણ તેમાં સ્પામ એલર્ટ લખેલું હોય છે. નવું અપડેટ દેખાય તો તમે Google Voiceની હિસ્ટરીમાં જઈને સ્પામ લિસ્ટમાંથી નંબરને પણ દૂર કરી શકો છો. ધ્યાનમાં રાખો કે જો તમે સ્પામ લિસ્ટમાંથી કોઈ નંબર કાઢી નાખો છો, તો ભવિષ્યમાં તમને તેમાંથી આવતા કૉલ્સ પર કોઈ ચેતવણી દેખાશે નહીં.
આ રીતે નવું ફીચર કરો સ્ટાર્ટ
નવી સુવિધાનો લાભ લેવા માટે સેટિંગ્સ પર જાઓ. ત્યાર બાદ સિક્યોરિટી પર જાઓ અને સ્પામ ફિલ્ટર કરો અને તેને ચાલુ કરો. જો તમારા ફોનમાં વૉઇસ સ્પામ ફિલ્ટર બંધ છે, તો શંકાસ્પદ સ્પામ લેબલ આપમેળે એક્ટિવ થઈ જશે. ગૂગલે માહિતી આપી હતી કે આ નવું અપડેટ 29 ડિસેમ્બરથી શરૂ થયું છે અને ધીમે ધીમે દરેકને તે મળવાનું શરૂ થઈ જશે.