Google New Feature: યૂઝર્સ આ રીતે હાઇડ કરી શકશે પોતાના પર્સનલ ફોટોઝ અને વીડિયો, આવ્યુ આ ખાસ ફિચર........
કંપની પોતાના યૂઝર્સને ગૂગલ ફોટોઝમાં લૉક્ડ ફૉલ્ડર ફિચર લઇને આવી છે, જેની મદદથી યૂઝર્સ પોતાના પર્સનલ ફોટોઝને પાસવર્ડ કે પછી ફિંગરપ્રિન્ટ લૉક સેન્સર દ્વારા સેફ ફૉલ્ડરમાં હાઇડ કરી શકશે.
નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની Googleએ તાજેતરમાં જ નવી સુવિધાઓની જાહેરાત કરી છે. આ અંતર્ગત કંપની પોતાના યૂઝર્સને ગૂગલ ફોટોઝમાં લૉક્ડ ફૉલ્ડર ફિચર લઇને આવી છે, જેની મદદથી યૂઝર્સ પોતાના પર્સનલ ફોટોઝને પાસવર્ડ કે પછી ફિંગરપ્રિન્ટ લૉક સેન્સર દ્વારા સેફ ફૉલ્ડરમાં હાઇડ કરી શકશે. આ લૉક ફૉલ્ડરમાં રાખવામાં આવેલા ફોટોઝ કે વીડિયો ફોટો ગ્રીડ, સર્ચ, આલ્બમ અમે મેમરીમાં શૉન નહીં થાય.
ક્લાઉડ પર પણ નહીં લઇ શકો બેકઅપ-
આ ફૉલ્ડરના ફોટોઝ થર્ડ પાર્ટી એપ્સમાં પણ દેખાશે નહીં. આ હાઇડ ફોટોઝનુ ક્લાઉડ પર બેકઅપ નહીં લઇ શકાય. જો કોઇ ફોટો કે પછી વીડિયોનો બેકઅપ યૂઝર્સે પહેલા જ લઇ લીધો છે, તો ગૂગલ તેને તેને ક્લાઉડમાંથી હટાવી દેશે અને આ ફોટોઝ ફક્ત ફૉલ્ડરમાં જ રહેશે. યૂઝર્સ પોતાના પર્સનલ ફોટોઝને પાસવર્ડ કે પછી ફિંગરપ્રિન્ટ લૉક સેન્સર દ્વારા સેફ ફૉલ્ડરમાં હાઇડ કરી શકશે.
આ રીતે કરી શકશો યૂઝ-
ગૂગલ ફોટોઝના આ ફિચરને યૂઝ કરવા માટે લાયબ્રેરીમાં જઇને યુટિલિટીઝમાં જવુ પડશે. આ બાદ લૉક્ડ ફૉલ્ડરમાં જઇને આ ખાસ લૉક્ડ ફૉલ્ડનો યૂઝ કરી શકો છો. આ ફૉલ્ડરને એકવાર યૂઝ કર્યા બાદ તે પોતાના ફોટોઝ પોતાની લાયબ્રેરીમાંથી એડ કરી શકો છો.
આ રીતે પણ કરી શકો છો ઉપયોગ-
આ ઉપરાંત આ ફિચરનો યૂઝ કરવા માટે ડાયરેક્ટર ગૂગલ કેમેરા એપનો પણ યૂઝ કરી શકો છો. આના માટે યૂઝર્સને કેમેરા એપ ઓપન કરવી પડશે, અને ટૉપમાં સાઇડમાં ગેલેરી આઇકૉન પર ક્લિક કરવુ પડશે. આ પછી લિસ્ટમાં લૉક્ડ ફૉલ્ડરને સિલેક્ટ કરવુ પડશે.
અત્યારે ફક્ત આમાં મળશે સુવિધા-
ગૂગલ ફોટોઝના આ ખાસ ફિચરની સુવિધા અત્યાર ફક્ત Google Pixel સ્માર્ટફોનમાં મળશે, જેમાં Google Pixel 3 સીરીઝ, Pixel 4 સીરીઝ અને Pixel 5 સ્માર્ટફોન્સ સામેલ છે. જોકે, અન્ય એન્ડ્રોઇડ ફોન્સ માટે લૉક્ડ ફૉલ્ડર ફિચરને રૉલઆઉટ કરવાનો દાવો કંપનીની તરફથી કરવામાં આવ્યો છે.