શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકપ્રિય ફાઈલ શેરિંગ વેબસાઈટ WeTransfer પર ભારતમાં પ્રતિબંધ
વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવા પાછળ રાષ્ટ્રીય સુરક્ષા અને જનહિતનો હવાલો આપવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ભારત સરકારે લોકપ્રિય ફાઈલ શેરિંગ સાઈટ(WeTransfer) પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. તેની પાછળ રાષ્ટ્રીય સુરક્ષા અને જનહિતનો હવાલો આપવામાં આવ્યો છે. જેને લઈને દુરસંચાર વિભાગે દેશમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓને નોટિસ મોકલાવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઈન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓને આ અંગે નોટિસ મોકલવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ત્રણ URLsને બંધ કરવામાં આવે. પહેલા બે નોટિસમાં બે ખાસ વેબસાઈટની URLsને બંધ કરવાનો આદેશ આપ્યો હતો જ્યારે ત્રીજી નોટિસમાં WeTransfer વેબસાઈટને સંપૂર્ણ રીતે પ્રતિબંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. દૂરસંચાર મંત્રાલયે વેબસાઈટ બંધ કરવા પાછળ કોઈ ખાસ કારણ આપ્યું નથી.
WeTransfer ઈન્ટરનેટ યૂઝર માટે લોકપ્રિય વેબસાઈટ છે. દુનિયાભરમાં તેનો ફાયદો ઉઠાવનારાઓની સંખ્યા લાખોમાં છે. કોરોના વાયરસના કારણે લાગુ કરેલા લોકડાઉનમાં વેબસાઈટનને ભારતમાં જબરજસ્ત લોકપ્રિયતા વધી હતી. આ વેબસાઈટનો ઉપયોગ કરી 2GB સુધી ફાઈલ ઇમેલ દ્વારા મોકલી શકાતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion