(Source: ECI/ABP News/ABP Majha)
M1 પ્રૉસેસર અને 7 કલર ઓપ્શનની સાથે લૉન્ચ થઇ Appleની આ ખાસ પ્રૉડક્ટ્સ, જાણો ખાસિયતો.....
ખાસ ચર્ચા એપલના iMacની (Apple iMac) રહી. કંપનીએ આને એકદમ ખાસ ફિચર્સ સાથે લૉન્ચ કર્યુ છે. આનો લૂક ખુબ એટ્રેક્ટિવ છે. સાથે જ આ તમને સાત અલગ અલગ કલર ઓપ્શનમાં મળશે. આને 30 એપ્રિલથી ઓર્ડર કરી શકાશે. વળી આ આઇમેક મેના મધ્ય સુધી તમારા ઘરે પહોંચી જશે. જાણો શું છે આ એપલ iMacમાં ખાસ....
નવી દિલ્હીઃ દુનિયાની ટેક જાયન્ટ એપલે (Apple) ગઇ રાત્રે એક ખાસ ઇવેન્ટ (Apple Event 2021) આયોજિત કરી હતી, આ ઇવેન્ટમાં કંપનીએ કેટલીય પ્રૉડક્ટ્સ (Apple Products) લૉન્ચ કરી, પરંતુ આમાં ખાસ ચર્ચા એપલના iMacની (Apple iMac) રહી. કંપનીએ આને એકદમ ખાસ ફિચર્સ સાથે લૉન્ચ કર્યુ છે. આનો લૂક ખુબ એટ્રેક્ટિવ છે. સાથે જ આ તમને સાત અલગ અલગ કલર ઓપ્શનમાં મળશે. આને 30 એપ્રિલથી ઓર્ડર કરી શકાશે. વળી આ આઇમેક મેના મધ્ય સુધી તમારા ઘરે પહોંચી જશે. જાણો શું છે આ એપલ iMacમાં ખાસ....
7 કલર ઓપ્શનમાં મળશે iMac.....
એપલે iMac (Apple iMac) સાત અલગ અલગ કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યુ છે. આની સ્ક્રીન સાઇઝને વધારવામાં આવી છે, આ પછી આની ડિસ્પ્લે 24 ઇંચ થઇ ગઇ છે. નવા આઇમેકમાં હવે 1080p HD ફેસટાઇમ કેમેરા આપવામાં આવ્યો છે. આ આઇમેકમાં M1 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં તમે આઇપેડ અને આઇફોનની એપ્સનો પણ યૂઝ કરવામાં આવી શકે છે. આની કિંમત 1299 ડૉલરથી શરૂ થાય છે.
ગયા મૉડલની તુલનામાં છે એકદમ પાતલુ....
એપલ અનુસાર આ આઇમેક ગયા મૉડલની સરખામણીમાં 50 ટકા સુધી કમ ઘેરાઇ છે. આ 11.5 mm પાતળુ છે. આમાં બે ફેન લગાવવામાં આવ્યા છે. કંપનીએ આના ફ્રન્ટમાં પણ ફેરફાર કર્યો છે. હવે આમાં 24 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં ત્રણ માઇક આપવામાં આવ્યા છે. નવા iMac ડૉલ્બી એટમસ સપોર્ટની સાથે છ સ્પીકરો આપવામાં આવ્યા છે, જે બેસ્ટ સાઉન્ડ આપે છે.
ભારતમાં કેટલી હશે કિંમત.....
7 કૉર જીપીયુની સાથે 8જીબી રેમ અને 256જીબી વાળા iMacની કિંમત ભારતમાં 1,19,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે, આ ગ્રીન, પિન્ક, બ્લૂ અને સિલ્વર કલરમાં અવેલેબલ છે. વળી આના બીજા 8 કૉર જીપીયુ અને બે એક્સ્ટ્રા યુએસબી પોર્ટ વાળા મૉડલની કિંમત 1,39,900 રૂપિયા રાખવામાં આવી છે. જો તમે આને ખરીદવા ઇચ્છતા હોય તો 30 એપ્રિલથી ઓર્ડર કરી શકો છો.