શોધખોળ કરો

Tech: દેસી બ્રાન્ડે લૉન્ચ કર્યો iPhone 16 જેવો દેખાતો સસ્તો ફોન, મળશે ધાંસૂ ફિચર્સ

Lava Star 2 Launch: લાવા સ્ટાર 2 ને 4GB RAM + 64GB ના સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે

Lava Star 2 Launch: દેશી બ્રાન્ડ લાવાએ વધુ એક સસ્તો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ લાવા સ્માર્ટફોન 5000mAh બેટરી સહિત અનેક શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે. આ ફોનનું પાછળનું પેનલ iPhone 16 જેવું દેખાય છે. ફોનની પાછળ બે વર્ટિકલી એલાઈન કેમેરા છે. આ સ્માર્ટફોનની પાછળ એક ગ્લૉસી પેનલ છે, જેના કારણે તે પ્રીમિયમ લૂક આપે છે. લાવાના આ ફોનને સ્ટાર 2 નામથી રજૂ કરવામાં આવ્યો છે.

લાવા સ્ટાર 2 ને 4GB RAM + 64GB ના સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 6,499 રૂપિયા છે અને તેને બે કલર વિકલ્પો રેડિયન્ટ બ્લેક અને સ્પાર્કિંગ આઇવરી સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની રેમ વર્ચ્યૂઅલી 4GB સુધી વધારી શકાય છે, જેના કારણે તેની રેમ 8GB થઈ જાય છે. ઉપરાંત, તેના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

લાવા સ્ટાર 2 ના ફિચર્સ 
લાવાનો આ સસ્તો ફોન 6.75-ઇંચની મોટી HD+ ડિસ્પ્લે સાથે આવે છે. આ ફોનના ડિસ્પ્લેમાં 2.5D ગ્લાસ છે, જે 60Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ લાવા ફોનમાં LCD સ્ક્રીન છે. આ સ્માર્ટફોન યુનિસોક ઓક્ટા-કોર પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. તેની ઇન્ટરનલ મેમરી 512GB સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 ગો એડિશન પર કામ કરે છે.

Lava Star 2 સ્પેશિફિકેશન્સ 
ડિસ્પ્લે 6.75 ઇંચ, 2D LCD
પ્રૉસેસર Unisoc, ઓક્ટાકૉર
સ્ટૉરેજ 4GB + 64GB
કેમેરા 13MP AI ડ્યૂલ કેમેરા , 5MP સેલ્ફી
બેટરી 5000mAh, 10W
OS Android 14 Go

આ લાવા ફોનમાં ડ્યૂઅલ સિમ કાર્ડ સપોર્ટ ઉપલબ્ધ છે. આ ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેમાં 13MP AI કેમેરા હશે. તેમાં બીજો સેકન્ડરી કેમેરા ઉપલબ્ધ છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5MP કેમેરા હશે. સુરક્ષા માટે, કંપનીએ આ ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. આ ઉપરાંત, 3.5mm ઓડિયો જેક, FM રેડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ લાવા ફોન શક્તિશાળી 5,000mAh બેટરી અને 10W ફાસ્ટ ચાર્જિંગ ફીચર સાથે આવે છે. તેને IP54 રેટિંગ એટલે કે પાણી અને ધૂળ પ્રતિરોધક રેટિંગ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ

Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 

ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
Ahmedabad flower show: ફ્લાવર શોમાં મુલાકાતનો સમય વધારાયો, VIP ટિકિટ વ્યવસ્થા રાત્રે બંધ

Border 2 Trailer : સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' નું રુંવાડા ઊભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ

Aadhaar Update: આધારકાર્ડમાં ઓનલાઈન કરવું છે એડ્રેસ અપડેટ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ  

નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ

Embed widget