Instagram પર આવશે આ નવુ ફિચર, હવે તમે તમારી મરજીથી કરી શકશો આ મોટુ કામ, જાણો.........
આ ફિચર અંતર્ગત તમે તમારી પ્રૉફાઇલ ગ્રિડને એડિટ કરી શકશો. એટલે કે તમે પોતાની પૉસ્ટને રીએરેન્જ કરી શકશો.
Instagram : ઇન્સ્ટાગ્રામ (Instagram) પોતાના યૂઝર્સ માટે સમય સમય પર સારા ફિચર્સ (Instagram Features) લાવતુ રહે છે. કંપનીની કોશિશ રહે છે કે આ પ્લેટફોર્મ પર તમામ લોકોને આસાન સુવિધા મળતી રહે. આ કારણે હવે ઇન્સ્ટાગ્રામની પૉપ્યૂલારિટી સતત વધી રહી છે, હવે કંપની પોતાના યૂઝર્સને એક ખાસ ફિચર્સ આપવા જઇ રહી છે. આ ફિચર પર કંપનીએ કામ શરૂ કરી દીધુ છે, આ ફિચર અંતર્ગત યૂઝર્સ પ્રૉફાઇલ ગ્રિડ (Profile Grid) ને એડિટ કરી શકશે. જાણો કંપનીના આ ફિચર્સ વિશે......
શું છે નવુ ફિચર-
રિપોર્ટ અનુસાર, મેટા (Meta)ના સ્વામિત્વ વાળી ઇન્સ્ટાગ્રામ (Instagram) છેલ્લા કેટલાય દિવસોથી પ્રૉફાઇલ ગ્રિડ એડિટ ફિચર પર કામ કરી રહ્યું છે. હાલમાં આનુ ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે. ટેસ્ટિંગ કમ્પલેટ થયા બાદ જલદી જ આને તમામ યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવશે. આ ફિચર અંતર્ગત તમે તમારી પ્રૉફાઇલ ગ્રિડને એડિટ કરી શકશો. એટલે કે તમે પોતાની પૉસ્ટને રીએરેન્જ કરી શકશો. આનો અર્થ એ થયો કે તમે તમારી સીકવન્સની જેમ જ આ ફેવરેટ પૉસ્ટને શોધવા માટે ખુબ વધારે સમય સુધી સ્ક્રૉલ ડાઉન કરવાની જરૂર નહીં પડે.
કઇ રીતે કરી શકશો આને શરૂ-
રિપોર્ટ અનુસાર, આ ફિચરને એક્ટિવેટ (Activate) કરવા માટે યૂઝર્સને સેટિંગ્સમાં પ્રૉફાઇલ સેક્શન (Profile Setting) માં જવુ પડશે. પ્રૉફાઇલ સેક્શનમાં તેને પર્સનલ ઇન્ફોર્મેશન સેટિંગની નીચે એડિટ ગ્રિડનો ઓપ્શન દેખાશે. અહીં જઇને પોતાની સુવિધા પ્રમાણે યૂઝર્સ ગ્રીડની સિકવન્સ નક્કી કરી શકશે.
આ પણ વાંચો........
એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી
Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો
Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય