Instagramમાં હવે એક ઝટકે વધી જશે ફોલોઅર્સ, આવી રહ્યું છે ધાંસુ ફિચર
Tech News: મેટાનું ઇન્સ્ટાગ્રામ વિશ્વભરમાં લોકપ્રિય છે અને આ એપના 2 બિલિયનથી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે. આ વર્ષે કંપનીએ એપમાં ઘણા નવા ફીચર્સ એડ કર્યા છે જેથી કરીને લોકોનો યુઝર અનુભવ વધુ સારો બની શકે.
Tech News: વર્તમાન સમયમાં લોકો ઈન્સ્ટા અને ફેસબુક પર પોતાના ફોલોઅર્સ કેમ વધે તેની કોઈનેકોઈ ટેકનીક શોધતા હોય છે. હવે તેના માટે ઈન્સ્ટા નવુ ફિચર લાગી રહ્યું છે. મેટાનું ઇન્સ્ટાગ્રામ વિશ્વભરમાં લોકપ્રિય છે અને આ એપના 2 બિલિયનથી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે. આ વર્ષે કંપનીએ એપમાં ઘણા નવા ફીચર્સ એડ કર્યા છે જેથી કરીને લોકોનો યુઝર અનુભવ વધુ સારો બની શકે. દરમિયાન, હવે કંપની એપમાં વધુ એક નવું ફીચર ઉમેરવા જઈ રહી છે. આ અપડેટ વિશેની માહિતી X પર એક લીકસ્ટર Alessandro Paluzzi દ્વારા શેર કરવામાં આવી છે. લીકસ્ટર અનુસાર, કંપની ટૂંક સમયમાં જ ઈન્સ્ટાગ્રામમાં પ્રોફાઈલ શેર કરવાનો વિકલ્પ આપવા જઈ રહી છે. આનો અર્થ એ છે કે તમે Instagram સ્ટોરીમાં તમારી અથવા અન્ય કોઈની પ્રોફાઇલ શેર કરી શકશો.
પ્રોફાઇલને સીધી રીતે ઍક્સેસ કરી શકશે
હાલમાં, એપમાં સ્ટોરી શેર કરવાનો વિકલ્પ છે પરંતુ તે QR કોડના રૂપમાં આવે છે, જેના કારણે વપરાશકર્તાઓને સમસ્યા થાય છે. નવી સુવિધાના આગમન પછી, તમે તમારી પ્રોફાઇલ શેર કરી શકશો અને વપરાશકર્તાઓ તેના પર ટેપ કરીને તમારી પ્રોફાઇલને સીધી રીતે ઍક્સેસ કરી શકશે. ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સરને આનાથી ફાયદો થશે અને તેઓ તેમના ફોલોઅર્સ વધારી શકશે.
Instagram માં નવું ફિચર એડ કરવામાં આવ્યું
થોડા સમય પહેલા, Instagram એ વપરાશકર્તાઓને 'Add Yours' નામના કસ્ટમાઇઝેબલ ટેમ્પલેટનો વિકલ્પ આપ્યો છે. આનો અર્થ એ છે કે તમારી સ્ટોરી સિવાય, તમે કોઈ પણ ટેમ્પલેટ તમારે હિસાબે સ્ટોરીમાં સેટ કરી શકો છો અને Add Yours દ્વારા, તમારા ફોલોઅર્સ પણ તેમાં ભાગ લઈ શકે છે. એટલે કે તેઓ તેમના ફોટા વગેરે પણ પોસ્ટ કરી શકે છે. જો તમે ફોલોઅર્સ માટે ટેમ્પલેટને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ ચાલુ કર્યો હોય, તો તેઓ તેને તેમની સ્ટોરીઓ પણ બદલી શકે છે. આ અપડેટ વિશેની માહિતી ઇન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ તેની ઇન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલમાં શેર કરી હતી. આ સુવિધા હવે દરેક માટે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો...
New Year ધમાકા Offer, નવો CUBOT 5G સ્માર્ટફોન માત્ર 4999 રુપિયામાં, અત્યારે જ કરો બુક
1 જાન્યુઆરીથી આ લોકોનું બંધ થશે Gpay, Paytm અને Phonepe એકાઉન્ટ,જાણો
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial