શોધખોળ કરો
Advertisement
iPhone 11માં ટચસ્ક્રીનની ખામી આવતા કંપની આપશે ફ્રી ડિસ્પ્લે રિપ્લેસમેન્ટ, આવી રીતે કરો ચેક
હાલમાં મોટાભાગના લોકોને iPhone 11માં ટચસ્ક્રીન સંબંધિત કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને કંપનીએ મોટી જાહેરાત કરી છે.
નવી દિલ્હી: એપ્પલના પ્રોડક્ટ સેલિંગ મામલે ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં પણ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. ત્યારે ખૂબજ ઓછી વખત જોવા મળ્યું છે કે, એપ્પલની કોઈ પ્રોડક્ટમાં કેટલીક સમસ્યાનો સામનો ગ્રાહકોને કરવો પડે છે. હાલમાં મોટાભાગના લોકોને iPhone 11માં ટચસ્ક્રીન સંબંધિત કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જો કે, રાહતની વાત એ છે કે, કંપનીએ આ ખામીને શોધી કાઢી છે અને ગ્રાહકોને ફ્રીમાં ટચસ્ક્રીન ઉપલબ્ધ કરાવી રહ્યું છે. એપ્પલ તરફથી આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે, ડિસ્પ્લે મોડ્યૂલ સાથે એક સમસ્યાનું કારણ ગ્રાહકોને ફોનના ટચસ્ક્રીનમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
Appleનું કહેવું છે કે, ટચસ્ક્રીનમાં આવી રહેલી ખામી મળ્યા બાદ એ વાત સામે આવી છે કે, નવેમ્બર 2019 અને મે 2020 વચ્ચે બનાવવામાં આવેલ iPhone 11 ના મોડ્યૂલમાં ટચસ્ક્રીનની પ્રોમ્બેલ આવી રહી છે. એવામાં કંપનીએ ગ્રાહકોને મદદ કરવા માટે પોતાની વેબસાઈટ પર એક સપોર્ટ પેજ બનાવ્યું છે જેમાં એ જાણી શકાશે છે કે, ડિસ્પ્લે રિપ્લેસમેન્ટ માટે યોગ્ય છે કે નહીં.
સીરિયલ નંબરથી ચેક કરી શકાશે
જો તમારી પાસે પણ iPhone 11 છે તો તમે એપ્પલના સપોર્ટ પેજ પર જઈને તમારા ફોનનો સીરિયલ નંબર નાંખીને ચેક કરી શકો છો. જો તમારા ફોનનું ટચસ્ક્રીન રિપ્લેસમેન્ટ માટે યોગ્ય હશે તો તમારે એપ્પલના સર્વિસ પ્રોવાઈડર પાસે જઈને આઈફોનની સ્ક્રીન બદલવું પડશે અથવા તો એપ્પલ રિટેલ સ્ટોર પર અપોઈન્ટમેનટ લેવી પજશે. એપ્પલ રિપેર સેન્ટરના માધ્યમથી મેલ ઈન સર્વિસ માટે એપ્પલ સાથે સંપર્ક કરવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement