IPhone 17e:આઇફોન જેવી સુવિધા હવે સસ્તી કિમતે iPhone 17eમાં મળશે, જાણો ક્યારે થશે લોન્ચ
IPhone 17e:એપલ આવતા વર્ષે ફેબ્રુઆરી અને મે વચ્ચે iPhone 17e લોન્ચ કરે તેવી અપેક્ષા છે, જેમાં iPhone 17 જેવી જ ઘણી સુવિધાઓ અને હાર્ડવેર સસ્તા ભાવે મળશે.

IPhone 17e:તાજેતરમાં iPhone 17 સિરીઝ લોન્ચ કરનાર Apple હવે નવા iPhone માટે તૈયારી કરી રહ્યું છે. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, કંપની ટૂંક સમયમાં iPhone 17e લોન્ચ કરશે, જે iPhone 17 નું સસ્તું વર્ઝન છે. એવું માનવામાં આવે છે કે આ ફોન આવતા વર્ષે ફેબ્રુઆરી અને મે વચ્ચે લોન્ચ થઈ શકે છે. Apple એ આ વર્ષે ફેબ્રુઆરીમાં iPhone 16e લોન્ચ કર્યો હતો, જેમાં iPhone 16 ની ઘણી સુવિધાઓ ઓછી કિંમતે આપવામાં આવી હતી. તેના આધારે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે iPhone 17e પણ iPhone 17 ના ઘણા ફીચર્સનો લાભ મળી શકે છે.
આ iPhone 17e ની વિશેષતાઓ હોઈ શકે છે
રિપોર્ટ્સ સૂચવે છે કે, iPhone 17e માં નવી ડિઝાઇન હશે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.1-ઇંચ OLED ડિસ્પ્લે હોઈ શકે છે. તેમાં ડાયનેમિક આઇલેન્ડ ડિસ્પ્લે પણ હોવાની અપેક્ષા છે અને તે iPhone 17 ની જેમ જ નવા A19 ચિપસેટ દ્વારા સંચાલિત હશે. તે FaceID સપોર્ટ અને 48MP રીઅર કેમેરા સાથે આવશે. સેલ્ફી અને વિડીયો કોલ માટે 12MP લેન્સ પણ અપેક્ષિત છે. તેમાં iPhone 16e કરતા મોટી બેટરી હશે, જે ઝડપી ચાર્જિંગ સપોર્ટ સાથે હશે.
કિંમત શું હોઈ શકે છે?
કંપનીએ હજુ સુધી આ iPhone અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. એવું અનુમાન છે કે તે આવતા વર્ષે ભારતમાં ₹60,000 થી ₹65,000 ની વચ્ચે કિંમતે લોન્ચ થઈ શકે છે. કંપની આ માટે કોઈ અલગ ઇવેન્ટ યોજતી નથી, અને ફક્ત પ્રેસ નોટ્સ દ્વારા તેના લોન્ચની જાહેરાત કરે છે. હાલમાં, iPhone 17 ₹82,900 થી શરૂ થાય છે. જેના હિસાબે તે લગભગ ₹18,000-₹22,000 સસ્તો થઇ શકે છે. જોકે, ગ્રાહકોએ કેટલીક સુવિધાઓ સાથે સમાધાન કરવું પડી શકે છે.





















