(Source: ECI/ABP News/ABP Majha)
itelએ લૉન્ચ કર્યો સસ્તો ફિચર ફોન, તાવ માપવા માટે આપ્યુ છે ખાસ થર્મોમીટર
સ્માર્ટફોન મેકર કંપની itel એ પોતાનો એકદમ ખાસ મોબાઇલ ફોન it2192T Thermo Edition ને લૉન્ચ કર્યો છે. આ ફોનમાં ઇન-બિલ્ટ ટેમ્પરેચર સેન્સર આપવામાં આવ્યુ છે, જે તાવને માપે છે. આ ફિચર સાથેનો આ દેશનો પહેલો ફોન બની ગયો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સ્માર્ટફોન મેકર કંપની itel એ પોતાનો એકદમ ખાસ મોબાઇલ ફોન it2192T Thermo Edition ને લૉન્ચ કર્યો છે. આ ફોનમાં ઇન-બિલ્ટ ટેમ્પરેચર સેન્સર આપવામાં આવ્યુ છે, જે તાવને માપે છે. આ ફિચર સાથેનો આ દેશનો પહેલો ફોન બની ગયો છે. જાણો આ ફોનની કિંમત અને ફિચર્સ વિશે... itelનો સસ્તો ફિચર ફોન, તાવ માપવા માટે આપ્યુ છે ખાસ થર્મોમીટર
માપી શકાશે તાવ.....
itelના નવા it2192T Termo Edition મોબાઇલ ફોનમાં ઇન-બિલ્ટ ટેમ્પરેચર સેન્સર લગાવેલુ છે. જેની મદદથી શરીરના તાપમાનને માપી શકાય છે. થર્મો સેન્સરને કેમેરાની બાજુમાં પ્લેસ કરવામાં આવ્યુ છે. આને યૂઝ કરવા માટે ફોનના થર્મો બટન પર થોડીવાર સુધી દબાવી રાખવાનુ છે. સાથે જ સેન્સર હાથેળી કે પછી આંગળી પર રાખવુ પડશે, ત્યારબાદ ફોન શરીરના તાપમાનની જાણકારી આપશે. આને સેલ્સિયસ અને ફૉરેન હાઇટમાં માપવામાં આવી શકે છે.
મળશે આ ફિચર્સ....
itelના આ ફોનમાં 4.5cm ની ડિસ્પ્લે લગાવવામાં આવી છે. આ એક કી-પેડ વાળો ફોન છે. આ ઉપરાંત આ ફોનમાં વાયરલેસ FM રેકોર્ડિંગ, ટચ મ્યૂટ, ઓટો કૉલ રેકોર્ડર, LED ટૉર્ચ અને પ્રી-લૉડેડ ગેમ જેવા ફિચર્સ મળે છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં રિયર કેમેરા પણ આપવામાં આવ્યો છે.
8 ભાષામાં બોલીને ટાઇપ કરી શકાશે મેસેજ.....
itelના નવા it2192T Termo Editionમાં 1000mAhની મોટી બેટરી આપવામા આવી છે, જે સિંગલ ચાર્જમાં 4 દિવસનો બેકઅપ આપે છે. આ ફોનની કિંમત 1049 રૂપિયા છે. ટેમ્પરેચર મૉનિટરિંગ ઉપરાંત itel it2192T ફોનની મદદથી કૉલિંગ અને મેસેજિંગ કરવામાં આવી શકશે. આ ઉપરાંત ફોનમાં ટેક્સ્ટ ટૂ સ્પીચ આપવામા આવ્યુ છે. જેની મદદથી બોલીને ટાઇપ કરી શકાય છે. આ ફોન 8 ભારતીય ભાષાઓમાં ઇંગ્લિશ, હિન્દી, પંજાબી, બંગાળી, તેલુગુ, કન્નડ અને ગુજરાતીને સપોર્ટ કરે છે.