(Source: ECI/ABP News/ABP Majha)
સરકાર સાથે વિવાદ વધતા Twitterએ પોતાના આ ખાસ ફિચરને બંધ કરવાની જાહેરાત, હવે નહીં દેખાય આ ફિચર
માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વીટરે (Twitter) જાહેરાત કરી છે કે તે આગામી આગામી મહિને 3જી ઓગસ્ટથી ફ્લીટ ફિચર (Fleets Feature) બંધ કરવા જઇ રહ્યું છે. એટલે કે હવે યૂઝર્સને ફ્લીટ ફિચરની સુવિધા નહીં મળે
નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ભારત સરકાર અને ટ્વીટર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદ પૉલીસીને અને કાયદાના પાલનને લઇને ચાલી રહ્યો છે. હવે આ કડીમાં એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારત સરકાર સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વીટરે (Twitter) જાહેરાત કરી છે કે તે આગામી આગામી મહિને 3જી ઓગસ્ટથી ફ્લીટ ફિચર (Fleets Feature) બંધ કરવા જઇ રહ્યું છે. એટલે કે હવે યૂઝર્સને ફ્લીટ ફિચરની સુવિધા નહીં મળે, કંપની આને બંધ કરશે. આ ફ્લીટ ફિચરને ગયા વર્ષે ભારત સહિત દક્ષિણ કોરિયા, ઇટાલી અને બ્રાઝિલમાં ટેસ્ટિંગ તરીકે રિલીઝ કરવામાં આવ્યુ હતુ. વળી ગયા વર્ષે જ નવેમ્બરમાં આ ફિચરને ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. આ ફિચરની મદદથી યૂઝર્સની તસવીરો અને વીડિયો પૉસ્ટ 24 કલાક બાદ ઓટોમેટિકલી ગાયબ થઇ જતી હતી.
આ કારણે કરવામાં આવી રહ્યું બંધ-
Twitterએ એ માનતા આ ફિચરને બંધ કરવાનો ફેંસલો કર્યો છે કે ફ્લીટ ફિચર યૂઝર્સને કંઇ ખાસ આકર્ષિત નથી કરી શક્યુ. સાથે જ કંપનીએ આના માટે ખેદ પણ વ્યક્ત કર્યો છે. ટ્વીટરે ગ્લૉબલ લેવલ પર પોતાના તમામ યૂઝર્સ માટે ફ્લીટ્સ ફિચરના લૉન્ચિંગના થોડાક જ મહિનાઓમાં આને બંધ કરવાનો ફેંસલો કર્યો છે.
એલન મસ્કે કરી આ માંગ-
ફ્લીટ્સ ફિચર બંધ કરવાના સમાચારો વચ્ચે ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલન મસ્કે ટ્વીટરના સીઇઓ જેક ડોરસીને આ ફિચરના બદલે નવુ ફિચર આપવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે એલન મસ્ક ટ્વીટર પર ખુબ એક્ટિવ દેખાઇ રહ્યાં છે.
Twitter એ રેસિડેંટ ગ્રીવાંસ ઓફિસર તરીકે કરી નિમણૂક---
માઈક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે રેસિડેંટ ગ્રીવાંસ ઓફિસરની નિમણૂક કરી દીધી છે. કંપનીએ વિનય પ્રકાશને આ પદ સોંપ્યું છે. વેબસાઈટમાં આપવામાં આવેલી જાણકારી મુજબ પોતાની ફરિયાદો મોકલવા માટે તમે વિશનય પ્રકાશને grievance-officer-in @ twitter.com પર ઈમેલ કરી શકો છો.
કંપનીએ આ પગલું ભારતના Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) નિયમ 2021ની કલમ 4(ડી) અંતર્ગત કર્યુ છે. ટ્વીટરે ભારતમાં યૂઝર્સની ફરિયાદોને ઉકેલવાના સંબંધમાં માસિક રિપોર્ટ પબ્લિશ કરવો જરૂરી છે. જેમાં આ ફરિયાદો માટે શું કાર્યવાહી કરવામાં આવી તે જણાવવાનું રહેશે. આ પહેલા દિલ્હી હાઇકોર્ટે મામલાની સુનાવણી કરતા ટ્વીટરને જલદી રેસિડેંટ ગ્રીવાંસ ઓફિસરની નિમણૂક કરવા કહ્યું હતું.