વર્ક ફ્રૉમ હૉમ માટે છે વધુ ડેટાની જરૂર, તો પસંદ કરો Jio, Airtel અને Viના આ સસ્તાં પ્લાન, જાણો વિગતે
ટેલિકૉમ કંપનીઓ પણ આ સમયે કેટલાય સારા પ્લાન ઓફર (Internet Data Offer) કરી રહી છે. આજે અમે તમને 2GB ઇન્ટરનેટ (2GB Data Pack) મોબાઇલ ડેટા વાળા કેટલાક ખાસ પ્લાન્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેમાં ડેટાની સાથે સાથે અન્ય ફાયદાઓ પણ મળી રહ્યાં છે.
નવી દિલ્હીઃ કોરોના કાળમાં (CoronaVirus) એકવાર ફરીથી લોકો વર્ક ફ્રૉમ હૉમ (Work From Home) કરી રહ્યાં છે. ઘરેથી કામ કરવા પર મોબાઇલ ઇન્ટરનેટની (Mobile Internet) વધુ જરૂર રહે છે. એટલા માટે ટેલિકૉમ કંપનીઓ પણ આ સમયે કેટલાય સારા પ્લાન ઓફર (Internet Data Offer) કરી રહી છે. આજે અમે તમને 2GB ઇન્ટરનેટ (2GB Data Pack) મોબાઇલ ડેટા વાળા કેટલાક ખાસ પ્લાન્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેમાં ડેટાની સાથે સાથે અન્ય ફાયદાઓ પણ મળી રહ્યાં છે.
Jioનો 249 રૂપિયાનો પ્લાન....
Jioનો 249 રૂપિયા વાળો રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં દરરોજ 2GB ડેટાની સાથે દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે. આમાં કૉલિંગ માટે 1,000 નૉન-જિઓ મિનીટ અને જિયો ટૂ જિઓ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ મળે છે.
Viનો 299 રૂપિયા વાળો પ્લાન....
Viના 299 રૂપિયા વાળા પ્લાનને બેસ્ટ માનવામાં આવે છે. આ પ્લાનમાં ડબલ ડેટા ઓફર કરવામાં આવી રહી છે. દરરોજ 2GB+2GB ડેટા આમા મળે છે. આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા આમાં આપવામાં આવી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
Airtelનો 298 રૂપિયા વાળો પ્લાન....
Airtelનો 298 રૂપિયા વાળો પ્લાન ખુબ પૉપ્યૂલર છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ ઉપરાંત આમાં 100 એસએમએસ પણ દરરોજ આપવામાં આવે છે. કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા આ પ્લાનમાં મળે છે.