શોધખોળ કરો

Jio, Airtel કે Vi! 84 દિવસની વેલિડિટી સાથે કોણ આપે છે સૌથી સસ્તા પ્લાન ? જાણો 

આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. પરંતુ તેનો ઉપયોગ ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી તેમાં રિચાર્જ હોય.

Cheapest Recharge Plan: આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. પરંતુ તેનો ઉપયોગ ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી તેમાં રિચાર્જ હોય. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ખાનગી ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ કંપની તમને 84 દિવસની વેલિડિટી સાથે સૌથી સસ્તો પ્લાન આપે છે. વાસ્તવમાં, Jio, Airtel અને Vodafone Idea (Vi) હવે 84 દિવસની વેલિડિટી સાથે સસ્તા પ્લાન લઈને આવ્યા છે, જેથી યુઝર્સને ત્રણ મહિના સુધી વારંવાર રિચાર્જ કરવાની જરુર ન કરવી પડે.

એરટેલનો 84 દિવસનો પ્લાન 

એરટેલની વાત કરીએ તો, કંપની યુઝર્સને 84 દિવસની વેલિડિટી સાથે 979 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. તે 168GB કુલ ડેટા (2GB દૈનિક), મફત અમર્યાદિત કૉલિંગ અને દરરોજ 100 SMS ઓફર કરે છે. વધુમાં, આ પ્લાન એરટેલ એક્સ્ટ્રીમ પ્લે એપ દ્વારા 22 થી વધુ OTT પ્લેટફોર્મ્સ પર મફત ઍક્સેસ પણ પ્રદાન કરે છે.

Vi નો 84 દિવસનો પ્લાન 

હવે Vodafone Idea (Vi) વિશે વાત કરીએ તો, કંપની 979 રૂપિયામાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી સાથેનો પ્લાન ઓફર કરે છે. જો આપણે આ પ્લાનના ફાયદાઓ પર નજર કરીએ તો, યુઝર્સને દરરોજ 2GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને ડેટા રોલઓવરની સુવિધા મળે છે, જેથી અઠવાડિયાનો બાકીનો ડેટા પછીથી પણ વાપરી શકાય.

Jioનો 84 દિવસનો પ્લાન

જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે, રિલાયન્સ જિયો યુઝર્સ માટે 84 દિવસનો સૌથી સસ્તું પ્લાન 949 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ પ્લાનમાં યુઝર્સને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2GB ઈન્ટરનેટ ડેટા અને દરરોજ 100 SMS મળે છે. આ ઉપરાંત, Jio Hotstarનું 90 દિવસનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આ પ્લાનમાં સામેલ છે.              

BSNLનો 84 દિવસનો પ્લાન 

દેશની સરકારી ટેલિકોમ કંપની BSNLની વાત કરીએ તો, કંપની પાસે 84 દિવસની વેલિડિટી સાથેનો કોઈ ખાસ પ્લાન નથી, પરંતુ 997 રૂપિયાનો પ્લાન છે જેમાં યુઝર્સને દરરોજ 2GB ઇન્ટરનેટ ડેટા અને 160 દિવસની લાંબી વેલિડિટી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે BSNL હાલમાં દેશભરમાં 5G સેવા આપવા પર કામ કરી રહ્યું છે.        

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget