શોધખોળ કરો

BSNL 5G ટેસ્ટિંગ શરુ, કરોડો મોબાઈલ યૂઝર્સનું ટેન્શન થયું ખતમ 

BSNL ઝડપથી 4G ટાવર લગાવવાનું કામ કરી રહ્યું છે. BSNL યૂઝર્સ માટે સારા સમાચાર એ છે કે હવે કંપનીએ પણ 5Gની દિશામાં પગલું ભર્યું છે.

સરકારી ટેલિકોમ કંપની BSNL જ્યારથી ખાનગી કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે ત્યારથી  ચર્ચામાં છે. BSNL ગ્રાહકોને આકર્ષવા માટે નવા રિચાર્જ પ્લાન લાવી રહી છે, તો બીજી તરફ કંપની પણ ઝડપથી નેટવર્કમાં સુધારો કરી રહી છે. BSNL ઝડપથી 4G ટાવર લગાવવાનું કામ કરી રહ્યું છે. BSNL યૂઝર્સ માટે સારા સમાચાર એ છે કે હવે કંપનીએ પણ 5Gની દિશામાં પગલું ભર્યું છે.

BSNL 5G ટેસ્ટિંગ શરૂ

BSNL એ એક લાખ 4G ટાવર લગાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કંપનીએ અલગ-અલગ સાઈટ પર લગભગ 80 લાખ ટાવર લગાવ્યા છે. BSNL સિમનો ઉપયોગ કરનારા ગ્રાહકોને ટૂંક સમયમાં 4Gની સાથે 5G સેવા પણ મળશે. કંપની દ્વારા 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.

BSNLના આ પગલાથી ખાનગી કંપનીઓનું ટેન્શન વધી શકે છે. BSNL દ્વારા ઘણી સાઇટ્સ પર 5Gનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચાર અનુસાર, BSNLના અધિકારીઓએ જણાવ્યું કે આમાંની મોટાભાગની સાઇટ્સ પર 4G ટાવર છે જે 1 લાખ 4G ટાવર્સના લક્ષ્યનો ભાગ છે. BSNL અનુસાર, આ સાઇટ્સના ટાવર્સને 5Gમાં અપગ્રેડ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

ઘણા શહેરોમાં BTS બનાવવામાં આવી રહી છે 

તાજેતરમાં, BSNL 5G વિશે, કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કહ્યું હતું કે 4G કામ પૂરું થયા પછી, 5G તરફ કામ શક્ય તેટલું જલ્દી શરૂ થશે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, BSNL આગામી 3 મહિનામાં 5G કનેક્ટિવિટી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપનીએ ઘણી સાઈટ પર ટેસ્ટિંગ વર્ક શરૂ કરી દીધું છે. બીએસએનએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવા બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન પુણે, કોઈમ્બતુર, કાનપુર, વિજયવાડા અને કોલ્લમ જેવા શહેરોમાં બનાવવામાં આવી રહ્યા છે.

4G ટાવર્સને 5Gમાં રૂપાંતરિત કરવામાં આવશે 

ટેલિકોમ ટોકના રિપોર્ટ અનુસાર, સરકારી કંપનીના એક લાખ 4G ટાવર જૂન 2025 સુધીમાં સક્રિય થઈ જશે. BSNLના આ 4G ટાવર્સની સૌથી મોટી ખાસ વાત એ છે કે આ સંપૂર્ણપણે સ્વદેશી ટાવર છે અને તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેને સરળતાથી 5Gમાં અપગ્રેડ કરી શકાય. તમને જણાવી દઈએ કે BSNL આ સમયે પોતાના ગ્રાહકોની સુવિધા પર ખાસ ધ્યાન આપી રહી છે. આ શ્રેણીમાં, સરકારી ટેલિકોમ કંપનીએ એપ્રિલ મહિનાને "ગ્રાહક સેવા મહિના" તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. 

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
Embed widget