TRAI નો ડંડો પડ્યો તો Jio, Airtel અને Vi એ લોન્ચ કર્યા ફક્ત વૉઇસ પ્લાન, 365 દિવસ સુધી કરો જલસા!
મોબાઇલ યુઝર્સને મોંઘા રિચાર્જમાંથી રાહત, હવે ડેટા વગરના કોલિંગ પ્લાન ઉપલબ્ધ. Jio, Airtel અને Viએ TRAIની સૂચનાનું પાલન કરીને લોન્ચ કર્યા નવા પ્લાન.

TRAI new rule voice plans: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ દેશના કરોડો મોબાઈલ યુઝર્સને મોટી ભેટ આપી છે. TRAIની સૂચના બાદ Jio, Airtel અને Viએ હવે ફક્ત વૉઇસ પ્લાન લોન્ચ કર્યા છે, જેનાથી મોંઘા રિચાર્જ પ્લાનથી પરેશાન ગ્રાહકોને રાહત મળશે.
અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓના પ્લાનમાં ફ્રી કોલિંગની સાથે ડેટા પણ આપવામાં આવતો હતો. જેના કારણે જે યુઝર્સને ડેટાની જરૂર ન હતી, તેઓને પણ ડેટા માટે પૈસા ચૂકવવા પડતા હતા. પરંતુ હવે કંપનીઓએ માત્ર વોઈસ પ્લાન લોન્ચ કર્યા છે, જેથી ગ્રાહકોને ડેટા માટે વધારાના પૈસા ચૂકવવાની જરૂર નહીં પડે.
TRAIએ થોડા સમય પહેલા તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને તેમના પોર્ટફોલિયોમાં આવા સસ્તા પ્લાન સામેલ કરવા કહ્યું હતું, જે ફક્ત કોલિંગની સુવિધા આપે છે. TRAIની આ સૂચના બાદ હવે ત્રણેય Jio, Airtel અને Viએ પોસાય તેવા પ્લાન લોન્ચ કર્યા છે.
Jioના ફક્ત વૉઇસ પ્લાન્સ:
Jioએ બે સસ્તા વોઈસ પ્લાન લોન્ચ કર્યા છે, જેની કિંમત ₹458 અને ₹1958 છે.
₹458નો પ્લાન: આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી સાથે તમામ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ અને 1000 ફ્રી SMS મળે છે.
₹1958નો પ્લાન: આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી સાથે તમામ નેટવર્કમાં ફ્રી કોલિંગ અને 3600 ફ્રી SMS મળે છે. આ પ્લાન લીધા પછી તમે આખા વર્ષ માટે રિચાર્જના ટેન્શનથી મુક્ત થઈ જશો.
Airtelના ફક્ત વૉઇસ પ્લાન્સ:
Airtelએ પણ બે પ્રકારના વોઈસ ઓન્લી પ્લાન લોન્ચ કર્યા છે, જેની કિંમત ₹509 અને ₹1959 છે.
₹509નો પ્લાન: આ પ્લાનમાં 84 દિવસ માટે તમામ નેટવર્ક્સ પર અમર્યાદિત ફ્રી કૉલિંગ અને 900 ફ્રી SMS મળે છે.
₹1959નો પ્લાન: આ પ્લાનમાં એક આખા વર્ષની વેલિડિટી સાથે તમામ નેટવર્ક માટે અમર્યાદિત કૉલિંગ અને 3600 ફ્રી SMS મળે છે.
Viના ફક્ત વૉઇસ પ્લાન:
Viએ એક જ વૉઇસ-ઓન્લી પ્લાન લોન્ચ કર્યો છે, જેની કિંમત ₹1460 છે. આ પ્લાનમાં 270 દિવસની વેલિડિટી સાથે તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ ફ્રી કૉલિંગ અને દરરોજ 100 ફ્રી SMS મળે છે.
આમ, TRAIના નવા નિયમથી હવે ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ ફક્ત વૉઇસ પ્લાન પસંદ કરી શકશે અને ડેટા માટે વધારાના પૈસા ચૂકવવાથી બચી શકશે.
આ પણ વાંચો...
8મું પગાર પંચ: નિવૃત્ત કર્મચારીઓને ₹3.5 લાખ સુધીનું માસિક પેન્શન મળશે, DA થઈ જશે ઝીરો!





















