PUBG Mobileના ઇન્ડિયન વર્ઝનને મળ્યુ અપડેટ, નવા હથિયારો સાથે મળશે આ ખાસ વસ્તુઓ.....
તાજેતરમાં જ Battlegrounds Mobile India વર્ઝન 1.5.0 નામથી નવા અપડેટને શૉ કરવામા આવ્યા હતા. વળી, હવે આને પ્લેયર્સ માટે રૉલઆઉટ કરી દેવામાં આવ્યુ છે.
નવી દિલ્હીઃ PUBG Mobileના ઇન્ડિયન વર્ઝન Battlegrounds Mobile India ગેમ લૉન્ચિંગ બાદથી ધૂમ મચાવી રહી છે. વળી, હવે આના લાખો ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. લૉન્ચના 11 દિવસ બાદ જ ગેમને અપડેટ મળી ગયુ છે. જેમાં પ્લેયર્સ માટે ઘણુબધુ નવુ હશે. આ અપડેટમાં Mission Ignition Modeની સાથે નવા હથિયાર એમજી3 પણ મળશે. આવો જાણીએ આમાં શું છે નવુ......
મળશે આ અપડેટ-
તાજેતરમાં જ Battlegrounds Mobile India વર્ઝન 1.5.0 નામથી નવા અપડેટને શૉ કરવામા આવ્યા હતા. વળી, હવે આને પ્લેયર્સ માટે રૉલઆઉટ કરી દેવામાં આવ્યુ છે. આ અપડેટમાં રૉયલ પાસ મન્થ સિસ્ટમ પણ એડ કરવામાં આવી છે. આ અપડેટમાં સૌથી ખાસ ટેસ્લાની સાથે કરવામાં આવેલી ભાગીદારી છે. આમાં યૂઝર્સ માટે Erangel Mapમાં Gigafactoryની ફેસિલિટી મળે છે.
નવી મશીન ગન થઇ રિપ્લેસ-
પબજીના ઇન્ડિયન વર્ઝનમાં વેપન લાઇટ મશીન ગન MG3ને M249ની સાથે રિપ્લેસ કરવામાં આવ્યુ છે. Classic maps અને Karakin map પર બેટલની સમયે મદદગાર સાબિત થશે. આના Erangel Mapમાં છ નવા લૉકેશન પણ એડ કરવામાં આવ્યા છે. આમાં પ્લેટરને એક લૉક્શનથી બીજા લૉકેશન પર મોકલવામા આવી શકશે.
ગ્રાફિક્સને કરી શકશો સિલેક્ટ-
બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાની ડેવલપર કંપની ક્રાફ્ટન પ્લેયર્સ માટે વધુમાં વધુ ફિચર્સ લાવવાનો પ્રયાસ કરી રહી છે. અપડેટમાં પ્લેયર્સ પોતાના મોબાઇલની કેપેસિટીના હિસાબે તેમાં ગ્રાફિક્સ સિલેક્ટ કરી શકે છે. આ ઉપરાંત પ્લેયર્સને પણ પોતાની ગનની સેન્સિટીવિટીને પણ કસ્ટમાઇઝ કરવાનો ઓપ્શન મળશે.
Battlegrounds Mobile Indiaના દિવાના થયા ગેમર્સ--
બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા (Battlegrounds Mobile India) ગેનની પોપ્યુલારિટી ખૂબ જ ઝડપથી વધી રહી છે. ગેમ ભારતમાં બે જુલાઈના રોજ સત્તાવાર લોન્ચ કરવામાં આવી હતી અને એક સપ્તાહની અંદર જ PUBG મોબાઈલના ઇન્ડિયન વર્ઝને ડાઉનલોડિંગના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જાણો કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે....
આ રીતે ડાઉનલોડ કરો PUBGનું ઇન્ડિયન વર્ઝન
બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાને ડાઉનલૉડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.pubg.imobile
હવે ગૂગલ પ્લે સ્ટૉ પર Battlegrounds Mobile India લખીને સર્ચ કરી શકો છો. આ પછી તમને આને ઇન્સ્ટૉલ કરવાનો ઓપ્શન મળશે. આના પર ક્લિક કરી ગેમને ડાઉનલૉડ કરી લો.
પ્લે સ્ટૉર પર કેટલીય ફેક એપ્સ પણ અવેલેબલ છે. Battlegrounds Mobile Indiaને ઓળખવા માટે સૌથી આસાન રીત એ છે કે જ્યારે ગેમ સર્ચ કરો ત્યારે તેના ડેવલપર કંપનીનુ નામ જુઓ. જો તેમાં KRAFTON.INC લખેલુ દેખાય છે, ત્યારે જ ગેમને ડાઉનલૉડ કરો.
આ વાતોનુ રાખો ધ્યાન
આ ગેમને ડાઉનલૉડ કરવા માટે તમારો ફોન એન્ડ્રોઇડ 5.1.1 કે તેનાથી ઉપરના એન્ડ્રોઇડ વર્ઝન વાળો હોવો જોઇએ.
ફોનમાં કમ સે કમ 2જીબી રેમ સામેલ હોવી જોઇએ.
આ ગેમનો લૉન્ચ થયાને એક દિવસ થયો છે, અને બતાવવામાં આવી રહ્યું છે કે ગેમને અધિકારિક લૉન્ચ થયાના ગણતરીના કલાકોમાં આ ગેમ 10 મિલીયનથી વધુ ડાઉનલૉડ થઇ ગઇ હતી. આ ગેમમાં યૂઝર્સને ફ્રી રિવૉર્ડ્સ પણ આપવામાં આવી રહ્યાં છે, જેના કારણે પ્લેયર્સને વધુ પસંદ આવી રહી છે.
ગેમ રમવા માટે આ હશે શરતો
Battlegrounds Mobile India ગેમને OTP દ્વારા જ લૉગ-ઇન કરી શકાશે.
OTP વેરિફાઇ કર્યા બાદ જ ગેમ જ રમી શકાશે.
પ્લેયર્સ વેરિફાઇ કૉડને ત્રણ વાર નાંખી શકશો, આ પછી આ ઇનવેલિડ થઇ જશે.
એક વેરિફિકેશન કૉડ ફક્ત પાંચ મિનીટ સુધી જ વેલિડ રહેશે. આ પછી આ એક્સપાયર થઇ જશે.
લૉગ-ઇન માટે પ્લેયર્સ ફક્ત 10 વાર OTP રિક્વેસ્ટ કરી શકશે. આનાથી વધુ કરવા પર 24 કલાક માટે રિક્વેસ્ટ બેન થઇ જશે.