નેટવર્ક વિના પણ તમારા ફોનમાંથી થઇ શકે છે કૉલિંગ, જાણો શું છે સર્વિસ ને ફાયદો.......
Wi-Fi કોલિંગ ફક્ત કોલ કરવા માટે તમારા Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરે છે અને કોઈપણ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતું નથી
નવી દિલ્હીઃ આજકાલ ફોનમાં વાઇફાઇ કૉલિંગનુ ચલણ વધી રહ્યું છે, વાઇફાઇ કૉલિંગ એટલે નેટવર્ક વિના થઇ શકનારુ કૉલિંગ, જો તમારા ફોનમાં નેટવર્ક ના હોય તો પણ આ ટેકનિકની મદદથી તમે આસાનીથી કૉલિંગ કરી શકો છો. જ્યાં કનેક્ટિવિટી ઓછી અથવા ખરાબ હોય. આનો અર્થ એ થયો કે જ્યારે તમારો ફોન કનેક્ટિવિટી વધારવા મોબાઇલ નેટવર્ક પર કોલ કરવા માટે Wi-Fi નો ઉપયોગ કરે છે, ત્યારે તેને Wi-Fi કોલિંગ કહેવામાં આવે છે. Wi-Fi કોલિંગ એવી સુવિધા છે, જે તમારા ટેલિકોમ પ્રોવાઇડર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. જાણો વાઇ-ફાઇ કૉલિંગ વિશે.......
ભારતમાં એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયા (VI) જેવી તમામ મુખ્ય ટેલિકોમ કંપનીઓ તેમના કસ્ટમર્સને Wi-Fi કોલિંગ પ્રદાન કરે છે, Wi-Fi કોલિંગ એ એક એવી સુવિધા છે જે યૂઝર્સને મોબાઇલ ડેટાના બદલે Wi-Fi કનેક્શનના માધ્યમથી કોલ્સ અને ટેક્સ્ટ મોકલવા અને મેળવવાની મંજૂરી આપે છે. આ ખાસ કરીને નબળી કનેક્ટિવિટી ધરાવતા સ્થળોએ અસરકારક છે.
Wi-Fi કોલિંગ ફક્ત કોલ કરવા માટે તમારા Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરે છે અને કોઈપણ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતું નથી. એરટેલના જણાવ્યા અનુસાર 5-મિનિટના Wi-Fi કોલ માટે લગભગ 5MB ડેટા ખર્ચ થાય છે. બેટરીનો વપરાશ પણ સામાન્ય કોલ્સની જેમ જ થાય છે.
તમારા નેટવર્ક પ્રોવાઈડર પાસે Wi-Fi કોલિંગ છે કે નહીં તે તપાસવા માટે, તમારે તમારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં જવું પડશે. Android યુઝર્સ માટે, યુઝર્સે સેટિંગ્સ > મોબાઇલ નેટવર્ક અથવા કનેક્શન > Wi-Fi માં જવાનું રહેશે. પછી તમારે જોવું પડશે કે Wi-Fi કોલિંગ દેખાઈ રહ્યું છે કે નહીં.
iPhone માટે, યુઝર્સે સેટિંગ્સ > ફોન > મોબાઇલ ડેટા > Wi-Fi કોલિંગ માં જવું પડશે. જો તમારું ટેલિકોમ પ્રોવાઈડર વાઇ-ફાઇ કોલિંગને સપોર્ટ કરે તો જ વિકલ્પ દેખાશે.