(Source: ECI/ABP News/ABP Majha)
Smartphone: હવે વાયરસ એટેક ફોનમાં કંઇ નહીં બગાડી શકે, Android 15માં આવી રહ્યું છે આ તગડું સિક્યૂરિટી ફિચર
એન્ડ્રોઇડ 15ના આ સિક્યૉરિટી ફીચર અંગે એન્ડ્રોઇડ ઓથોરિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફિચર શરૂઆતના બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે
Android 15 New Security Feature: એન્ડ્રોઇડ 15 આવતા મહિને Google I/O 2024 ઇવેન્ટમાં રજૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા ગૂગલની આ આવનારી ઓપરેટિંગ સિસ્ટમને લઈને મોટી માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ડ્રોઇડ 15માં જબરદસ્ત સિક્યોરિટી ફિચર્સ આવવાના છે. આ ફીચર માત્ર નકલી એપ્સને ડાઉનલૉડ કરવાથી રોકશે નહીં પણ ફોનમાં હાજર નકલી એપ્સને પણ બ્લોક કરશે.
એન્ડ્રોઇડ 15ના આ સિક્યૉરિટી ફીચર અંગે એન્ડ્રોઇડ ઓથોરિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફિચર શરૂઆતના બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે. ગૂગલ પોતાની ઓપરેટિંગ સિસ્ટમના એપ સ્ટોરમાં સિસ્ટમને એવી રીતે ડેવલપ કરી રહ્યું છે કે કોઈપણ નકલી એપ પર અંકુશ આવી જશે. એન્ડ્રોઈડના આ ફિચરને ક્વૉરેન્ટાઈન નામ આપવામાં આવ્યું છે, જે તમારા ફોનને કોઈપણ પ્રકારના વાયરસના હુમલાથી બચાવે છે.
તાજેતરમાં જ એન્ડ્રોઇડ 15નું બીટા વર્ઝન થયું રિલીઝ
એન્ડ્રોઇડ 15ની ઘણા મહિનાઓથી રાહ જોવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ આતુરતાપૂર્વક જાણવા માંગે છે કે એન્ડ્રોઇડ 15 દ્વારા તેમના ફોનમાં કયા નવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે. તાજેતરમાં ગૂગલે એન્ડ્રોઇડ 15નું પહેલું પબ્લિક બીટા વર્ઝન બહાર પાડ્યું છે.
આ સ્માર્ટફોન યૂઝર્સ કરી શકે છે ઇન્સ્ટૉલ
એન્ડ્રોઇડ 15 બીટા 1 વર્ઝન હાલમાં માત્ર Google Pixel સ્માર્ટફોન યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. હાલમાં એન્ડ્રોઇડ 15 નું બીટા વર્ઝન પિક્સેલ 6 સીરીઝ, પિક્સેલ 7 સીરીઝ, પિક્સેલ ટેબલેટ, પિક્સેલ ફોલ્ડ અને પિક્સેલ 8 સીરીઝમાં ઇન્સ્ટોલ કરી શકાય છે.
યૂઝર્સને એન્ડ્રોઇડ 15 દ્વારા બીજી એક ખાસ સુવિધા પણ મળવા જઈ રહી છે, જેના દ્વારા ફોનમાં કોઈપણ એપ કોઈપણ વિન્ડો સ્ટાઈલમાં નહીં ખુલે પરંતુ તે આખી સ્ક્રીનમાં ખુલશે. મતલબ કે ફોન પર કોઈપણ એપનો ઉપયોગ કરતી વખતે નીચે કે ઉપર દેખાતા કાળા રંગના બાર બોક્સ હવે દેખાશે નહીં. આ ફીચર સાથે યુઝરનો ડિસ્પ્લે અનુભવ એકદમ નવો અને અદ્ભુત બની જશે.