માર્કેટમાં હવે નહીં વેચાય આ મોટી કંપનીના સ્માર્ટફોન, કંપની કરી રહી છે મોબાઇલ બિઝનેસને બંધ, જાણો વિગતે
કંપનીનુ કહેવુ છે કે મોબાઇલ ફોન બિઝનેસ યૂનિટ બંધ કરવાથી કંપની ઇલેક્ટ્રિક વ્હીકલ કમ્પોનન્ટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કનેક્ટેડ ડિવાઇસ, સ્માર્ટ હૉમ્સ, બિઝનેસ ટૂ બિઝનેસ સૉલ્યૂશન જેવા એરિયા પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરશે. એલજી (LG) પોતાના સ્ટૉકને ખતમ કરવા માટે હજુ સ્માર્ટફોન્સને માર્કેટમા અવેલેબલ કરાવશે. આ ઉપરાંત કંપની એક પીરિયડ સુધી કસ્ટમર્સને સર્વિસ અને સૉફ્ટવેર અપેડટ આપશે.
નવી દિલ્હીઃ સાઉથ કોરિયન ટેક કંપની એલજી (LG)એ પોતાના મોબાઇલ બિઝનેસ યૂનિટને (LG Smartphones) બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીનુ કહેવુ છે કે મોબાઇલ ફોન બિઝનેસ યૂનિટ બંધ કરવાથી કંપની ઇલેક્ટ્રિક વ્હીકલ કમ્પોનન્ટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કનેક્ટેડ ડિવાઇસ, સ્માર્ટ હૉમ્સ, બિઝનેસ ટૂ બિઝનેસ સૉલ્યૂશન જેવા એરિયા પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરશે. એલજી (LG) પોતાના સ્ટૉકને ખતમ કરવા માટે હજુ સ્માર્ટફોન્સને માર્કેટમા અવેલેબલ કરાવશે. આ ઉપરાંત કંપની એક પીરિયડ સુધી કસ્ટમર્સને સર્વિસ અને સૉફ્ટવેર અપેડટ આપશે.
31 જુલાઇ સુધી થઇ જશે પુરેપુરી બંધ....
એલજી (LG)નુ માનીએ તો આ વર્ષે 31 જુલાઇ સુધી મોબાઇલ ફોન બિઝનેસને (LG Smartphones) બંધ કરવાનુ કામ પુરુ થઇ શકે છે. જોકે 31 જુલાઇ બાદ પણ સ્ટૉકમાં કેટલાક સ્માર્ટફોન્સ અવેલેબલ રહી શકે છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલજી (LG) એ પહેલા જ પોતાના કેટલાક કર્મચારીઓને ફોન ડિવિઝનથી બિઝનેસ યૂનિટમાં ટ્રાન્સફર કરી દીધા છે.
આ કંપનીઓ સાથે ના બની વાત....
એલજી (LG) ઇલેક્ટ્રૉનિક્સે મોબાઇલ બિઝનેસ બંધ કરતા પહેલા ગૂગલ, ફેસબુક, ફૉક્સવેગન અને વિયતનામની બીન ગ્રૃપ સાથે વાત કરી હતી. પરંતુ કોઇએ પણ કંપનીની LGની સાથે વાત ના બની શકી, અને છેવટે કંપનીએ પોતાના મોબાઇલ બિઝનેસ યૂનિટને બંધ કરવાનો ફેંસલો કર્યો છે.
સતત થઇ રહ્યુ હતુ નુકશાન...
LGને મોબાઇલ બિઝનેસ યૂનિટ બંધ કરવાનો ફેંસલો એટલા માટે લેવો પડ્યો, કેમકે 2015ની બીજી ત્રિમાસિક બાદથી સતત 23 ત્રિમાસિક સુધી કંપની ખોટામાં ચાલી રહી હતી. ગયા વર્ષે ચોથી ત્રિમાસિમાં કંપનીએ 4.4 બિલિયન ડૉલર હતો. રિપોર્ટનુ માનીએ તો LGએ ગયા વર્ષ કુલ 6.5 મિલિયન યૂનિટ્સ શિપ અને વર્ષ 2020ની ત્રિમાસિકમાં કંપનીનો ગ્લૉબલ શેર કુલ બે ટકા રહ્યો હતો. કંપનીનુ કહેવુ છે કે મોબાઇલ ફોન બિઝનેસ યૂનિટ બંધ કરવાથી કંપની ઇલેક્ટ્રિક વ્હીકલ કમ્પોનન્ટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કનેક્ટેડ ડિવાઇસ, સ્માર્ટ હૉમ્સ, બિઝનેસ ટૂ બિઝનેસ સૉલ્યૂશન જેવા એરિયા પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરશે.