શોધખોળ કરો

Microsoft 24 જૂને લૉન્ચ કરશે Windowsનું 'નેક્સ્ટ જનરેશન' વર્ઝન, યૂઝર્સને મળશે કેટલાય ખાસ ફિચર્સ

Windows Centralના રિપોર્ટ અનુસાર, Windows ઓપરેટિંગ સિસ્ટમના આ નવા વર્ઝનનુ કૉડ નેમ 'Sun Valley' રાખવામાં આવ્યુ છે. આમાં Windowsનુ નવુ એપ સ્ટૉર અને યૂઝર ઇન્ટરફેસની નવી ડિઝાઇન પણ સામેલ હશે. સાથે જ આ નવા વર્ઝનમાં કેટલાક ખાસ અપડેટ પણ જોવા મળશે. 

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ Microsoft આ મહિને પોતાની Windows ઓપરેટિંગ સિસ્ટમનુ 'નેક્સ્ટ જનરેશન' વર્ઝન લૉન્ચ કરવા જઇ રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે 24 જૂને સાંજે 8.30 વાગે એક વર્ચ્યૂઅલ ઇવેન્ટનુ આયોજન કરશે. આ ઇવેન્ટમાં Microsoftના સીઇઓ સત્ય નડેલા અને ચીફ પ્રૉડક્ટ ઓફિસર પાનોસ પણ હાજર રહેશે. તાજેતરમાં જ થયેલી Microsoft બિલ્ડ ડેવલપર કૉન્ફરન્સ 2021 દરમિયાન કંપનીએ એ વાતના સંકેત આપ્યા હતા કે તે બહુ જલ્દી પોતાની Windows ઓપરેટિંગ સિસ્ટમના નેક્સ્ટ જનરેશન વર્ઝનને લૉન્ચ કરવા જઇ રહી છે. હવે તે 24 જૂને યોજાનારી ઇવેન્ટમાં આ નવા વર્ઝનને દુનિયાની સામે રિલીઝ કરવા જઇ રહી છે. 

Windows Centralના રિપોર્ટ અનુસાર, Windows ઓપરેટિંગ સિસ્ટમના આ નવા વર્ઝનનુ કૉડ નેમ 'Sun Valley' રાખવામાં આવ્યુ છે. આમાં Windowsનુ નવુ એપ સ્ટૉર અને યૂઝર ઇન્ટરફેસની નવી ડિઝાઇન પણ સામેલ હશે. સાથે જ આ નવા વર્ઝનમાં કેટલાક ખાસ અપડેટ પણ જોવા મળશે. 

ડેવલપર અને ક્રિએટર પર રહેશે ફૉકસ
બિલ્ડ ડેવલપર કૉન્ફરન્સ 2021 દરમિયાન Microsoft ના સીઇઓ સત્ય નડેલાએ કહ્યું હતુ કે- અમે અમારી Windows ઓપરેટિંગ સિસ્ટમમાં કેટલાક મોટા અપડેટ કરવા જઇ રહ્યાં છે. આ છેલ્લા એક દાયકાના અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ ફેરફારો હશે. અમે જલ્દી જ તમારી સાથે આને શેર કરીશું. અમારો ધ્યેય આના દ્વારા ડેવલપર અને ક્રિએટરને બેસ્ટ આર્થિક અવસર આપવાનો છે. હું છેલ્લા કેટલાક મહિનાઓથી ખુદ પણ આના પર કામ કરી રહ્યો છું અને Windowsના આ નેક્સ્ટ જનરેશનને લઇને ખુબ ઉત્સાહિત છું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી માઇક્રોસૉફ્ટ Windows એ પોતાના નવા એપ સ્ટૉર પર કામ કરી રહ્યું છે. સાથે જ ઓપરેટિંગ સિસ્ટમના યૂઝર ઇન્ટરફેસમાં કેટલાક ખાસ અને મોટા ફેરફાર પર પણ કામ કરવામાં આવ્યુ છે. આ એપ સ્ટૉરમાં ડેવલપર્સ પણ પોતાની એપ બનાવીને નાંખી શકશે, જેમાં ક્રૉમ અને ફાયરફૉક્સની જેમ બ્રાઉઝર પણ સામેલ છે. આ ઉપરાંત યૂઝર્સને નવી ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોઝ 95ના આઇકૉન મળી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ

સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 

BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

Embed widget