Windows 11 Launch: Microsoft આજે લૉન્ચ કરશે Windows 11, સ્ટાર્ટ મેન્યૂ સહિત આ ફિચર્સમાં દેખાશે ફેરફાર
માઇક્રોસૉફ્ટ આજે પર્સનલ કૉમ્પ્યૂટર યૂઝર્સ માટે Windows 11 ને લૉન્ચ કરશે. આને ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવાશે, જેમાં માઇક્રોસૉફ્ટના સીઇઓ અને ચેરમેન સત્ય નડેલા ઉપરાંચ ચીફ પ્રૉડક્ટ ઓફિસર પૈનોસ પનાય સામેલ થવાના સમાચાર છે.
![Windows 11 Launch: Microsoft આજે લૉન્ચ કરશે Windows 11, સ્ટાર્ટ મેન્યૂ સહિત આ ફિચર્સમાં દેખાશે ફેરફાર microsoft will launch windows 11 today, know best features Windows 11 Launch: Microsoft આજે લૉન્ચ કરશે Windows 11, સ્ટાર્ટ મેન્યૂ સહિત આ ફિચર્સમાં દેખાશે ફેરફાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/24/3fc99f7ca8c91bfa49813b689b939246_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ માઇક્રોસૉફ્ટ આજે પર્સનલ કૉમ્પ્યૂટર યૂઝર્સ માટે Windows 11 ને લૉન્ચ કરશે. આને ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવાશે, જેમાં માઇક્રોસૉફ્ટના સીઇઓ અને ચેરમેન સત્ય નડેલા ઉપરાંચ ચીફ પ્રૉડક્ટ ઓફિસર પૈનોસ પનાય સામેલ થવાના સમાચાર છે. આ ઇવેન્ટ સવારે 11 વાગે, ભારતીય સમયાનુસાર સવારે આઠ વાગે આયોજિત કરવામાં આવશે. લૉન્ચ પહેલા વિન્ડો 11ની કેટલીક ડિટેલ્સ સામે આવી છે. આવો જાણીએ તેના વિશે.......
હોઇ શકે છે આ ફેરફાર-
Windows 11નુ કૉડનેમ Sun Valley હોઇ શકે છે, આમાં કેટલાય પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમ કે આમાં એક નવુ સ્ટાર્ટ મેન્યૂ, રાઉન્ડેડ કૉર્નર્સ મળશે. Windows 11માં ડાર્ક મૉડ પણ સપોર્ટ મળી શકે છે. આમાં સ્ટાર્ટ મેન્યૂ, ફાઇલ એક્સપ્લૉરર, કૉન્ટેક્સ્ટ મેન્યૂ જેવા UIના મેન એલિમેન્ટ્સને રાઉન્ડેડ કૉર્નર્સની સાથે આપવામાં આવી શકે છે. નવા અપડેટની સાથે વિન્ડોઝનો નવો લૉગો પણ આવી શકે છે. તાજેતરમાં જ આના કેટલાક ફોટોઝ સામે આવ્યા હતા, જેનાથી ખબર પડી હતી કે નવો લૉગો બ્લૂ કલરની સાથે નવી સન વૈલી ડિઝાઇન થીમની સાથે રિલીઝ થશે.
ટાસ્કબારમાં આ થશે ફેરફાર-
રિપોર્ટ્સનુ માનીએ તો નવી વિન્ડોમાં સૌથી મોટો ફેરફાર ટાસ્કબારમાં થશે. આને હવે સેન્ટરમાં કરવામાં આવી શકે છે, અને આમાં એક નવુ સ્ટાર્ટ બટન અને મેન્યૂ પણ મળી શકે છે. સ્ટાર્ટ મેન્યૂ વિના લાઇવ ટાઇલ્સના છે, અને આમાં પિન્ડ એપ્સ, રિસેન્ટ ફાઇલ્સ અને વિન્ડોઝ 11 ડિવાઇસીસ માટે ક્વિક શટ ડાઉન/સ્ટાર્ટ બટન આપવામાં આવી શકે છે.
આમને મળી શકે છે અપડેટ-
ઉલ્લેખનીય છે કે Windows 11ને માત્ર Windows 10 યૂઝર્સ માટે જ નહીં પરંતુ Windows 7 અને Windows 8.1 યૂઝર્સ માટે પણ ફ્રી અપગ્રેડ તરીકે આપવામાં આવી શકે છે. માઇક્રોસૉફ્ટે પહેલા પણ Windows 10ના Windows 7 અને Windows 8 યૂઝર્સને પણ ફ્રી અપગ્રેડ આપ્યુ હતુ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)