Mobile Photography: ફોટોગ્રાફી કરવા માટે કેમેરા જ નહીં સ્માર્ટફોનથી પણ કરી શકો છો શાનદાર ક્લિક, અપનાવો આ ટ્રિક્સ
આજે અમે તમને અહીં ફોટોગ્રાફીની કેટલીક ખાસ ટિપ્સ અને ટ્રિક્સ બતાવવા જઇ રહ્યાં છીએ, જેની મદદથી તમે તમારા સસ્તા સ્માર્ટફોનથી પણ મોંઘા કેમેરા જેવી સારી તસવીર ક્લિક કરી શકો છો.
Know how to take best photos: જ્યારે તમારા પરિવારમાં કોઇ સારી ઇવેન્ટ કે પ્રસંગ હોય ત્યારે તમને લોકો સારી ફોટોગ્રાફી કરવા માટે કહેતા હશે, સામાન્ય રીતે આવી સ્થિતિ દરેક પરિવારમાં બને છે. પરંતુ ઘણીવાર સારી ફોટોગ્રાફી થઇ શકતી નથી, કેમ કે ફોનથી કરવામાં આવેલી ફોટોગ્રાફી તમામ લોકો માટે સારી રીતે કરવી શક્ય નથી હોતી. જો તમે તમારા મોબાઇલ ફોનથી જ ઘણીબધી સારી ફોટોગ્રાફી કરવા માંગતા હોય તો કરી શકો છો. આ માટે અહીં બતાવેલી કેટલીક ટિપ્સ તમને જરૂર કામ આવશે.
આજે અમે તમને અહીં ફોટોગ્રાફીની કેટલીક ખાસ ટિપ્સ અને ટ્રિક્સ બતાવવા જઇ રહ્યાં છીએ, જેની મદદથી તમે તમારા સસ્તા સ્માર્ટફોનથી પણ મોંઘા કેમેરા જેવી સારી તસવીર ક્લિક કરી શકો છો. આ માટે તમારી પાસે 10 થી 20 હજારની વચ્ચે સ્માર્ટફોન હોવો જરૂરી છે. આમાં તમને ચોક્કસપણે ઓછામાં ઓછો 50 અથવા 64 અથવા 108MP પ્રાઇમરી કેમેરા મળશે, આટલા MP સાથે તમે શાનદાર ફોટા ક્લિક કરી શકો છો.
સારા ફોટા ખેંચવા માટે આ વાતોનુ રાખો ધ્યાન -
અમે તમને કેટલીક સિમ્પલ ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જેને તમે સરળતાથી યાદ રાખી શકો છો. અમે તમને અહીં કમ્પૉઝિશન, ટેક્સચર વગેરે જેવા ભારે શબ્દો નહીં બતાવીએ કારણ કે મોટાભાગના લોકો આ બધું ભુલી જાય છે.
ફ્રેમ: -
તમે જે પણ ઓબ્જેક્ટ કે સબ્જેક્ટનો ફોટો લઈ રહ્યા છો, તેને પુરેપુરી રીતે ફ્રેમમાં રાખો. એટલે કે ઑબ્જેક્ટ ફ્રેમમાં સારી રીતે આવવું જોઈએ અને અહીં ગેપ બહુ ઓછો હોવો જોઈએ. કેમેરાની હાઇટ અને એન્ગલનું પણ ધ્યાન રાખો.
લાઈટઃ -
સારો ફોટો ખેંચવા માટે લાઈટનું ધ્યાન રાખવું જરૂરી છે. જો લાઇટિંગ બરાબર ન હોય તો સબ્જેક્ટ ડાર્ક દેખાશે અને ફોટો સારો નહીં આવે. એટલા માટે લાઇટિંગનું ધ્યાન રાખો અને એવા એંગલથી ફોટા ખેંચો જ્યાંથી તસવીર વધુ બ્રાઇટ અને ચોખ્ખી આવે. જો તમે લાઇટિંગને સમજી શકતા નથી, તો દરેક એન્ગલથી ફોટો ખેંચવાનો પ્રયાસ કરો, અને ફોટો સેવ કરી લો.
બે હાથનો કરો ઉપયોગ: -
સારો ફોટો ખેંચવા માટે હંમેશા બે હાથનો ઉપયોગ કરો, જેથી ફોન પર તમારી પકડ મજબૂત રહે, અને તમે સબ્જેક્ટને આરામથી કેપ્ચર કરી શકો. આ ઉપરાંત ફોટોના એંગલને યૂનિક બનાવવાનો પ્રયાસ કરો, જેથી તે અન્ય લોકોથી હટકે લાગે.
ઝૂમ: -
ફોટો લેવા માટે થોડો ઝૂમનો પણ યૂઝ કરી લો, જો જરૂરી હોય તો ખુદ સબ્જેક્ટની નજીક જાઓ. ડિજિટલ ઝૂમ સાથે ફોટોનું રિઝૉલ્યૂશન બગડવા લાગે છે અને સસ્તા ફોનમાં ડિજિટલ ઝૂમ બહુ સારું નથી હોતું.
સ્માર્ટફોનમાં આપવામાં આવેલા અલગ અલગ મૉડ્સનો પણ યૂઝ કરો, જેથી ફોટા વધુ સારો આવે. મોબાઈલ ફોનમાં પૉટ્રેટ, નાઈટ, પ્રૉ અને સ્લૉ-મો વગેરે જેવા ઘણાબધા ઓપ્શન મળે છે, જેની મદદથી તમે સારી રીતે ફોટોગ્રાફી કરી શકો છો.