Invasive Apps: સૌથી વધુ ડેટા એકઠો કરી રહી છે તમારા ફોનમાં રહેલી આ 2 એપ્સ, તમામ ડિટેલ્સ થાય છે ટ્રેક
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટ્વીટર (X) એ ચાર એપ્સ છે જે તમને મોટાભાગના લોકોના ફોન પર જોવા મળશે

Most Privacy Invasive Apps: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટ્વીટર (X) એ ચાર એપ્સ છે જે તમને મોટાભાગના લોકોના ફોન પર જોવા મળશે. આ ઉપરાંત બીજી કેટલીક મોટી એપ્સ છે પરંતુ આ એપ્સનો ઉપયોગ ભારતમાં લગભગ દરેક વ્યક્તિ કરે છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં તે એપ્સ વિશે જણાવવામાં આવ્યું છે જે સૌથી વધુ ડેટા એકત્ર કરે છે. સર્ફશાર્ક નામની સાયબર સિક્યોરિટી કંપની અનુસાર, મેટાની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એ બે એપ છે જે યુઝર્સના સૌથી વધુ ડેટા ચોરી કરે છે. કંપની આ ડેટાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે.
રિસર્ચમાં સામેલ હતી 100 એપ્સ
સર્ફશાર્ક (Surfshark ) નામની સાયબર સિક્યોરિટી એજન્સીએ તેના સંશોધનમાં 100 લોકપ્રિય એપ્સનો સમાવેશ કર્યો હતો. આમાંથી, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એ બે જ એપ હોવાનું જાણવા મળ્યું છે, જે સૌથી વધુ ડેટા એકત્ર કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે મેટાની આ એપ્સને 'મોસ્ટ ઈન્વેસિવ એપ્સ'ની કેટેગરીમાં રાખવામાં આવી હોય. આ પહેલા પણ અલગ-અલગ રિસર્ચ ફર્મ્સ આ જ વાત કહી ચૂકી છે.
સાયબર સિક્યોરિટી એજન્સીએ એપ્સને 32 ધોરણોના આધારે રેંક આપ્યો છે જે એપલની ગોપનીયતા નીતિનો ભાગ છે. જેમ કે ચુકવણી માહિતી, સ્થાન, બ્રાઉઝિંગ ઇતિહાસ વગેરે. સંશોધકોએ જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેટા પ્લેટફોર્મની પ્રોડક્ટ્સ હોવાથી આ બંને એપ એક જ રીતે ડેટા એકત્ર કરે છે અને સ્ટોર કરે છે તે આશ્ચર્યજનક નથી. તેમણે કહ્યું કે બંને એપ એપલ દ્વારા નિર્ધારિત તમામ 32 ડેટા પોઈન્ટ એકત્ર કરે છે અને આવું કરવા માટે માત્ર બે એપ્સ છે.
તમારી આ તમામ ડિટેલ્સ થાય છે કલેક્ટ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એપલના 7 ડેટા પોઈન્ટનો ઉપયોગ કરે છે અને તેમને ટ્રેક કરવા માટે યુઝર્સના નામ, ફોન નંબર, એડ્રેસનો ઉપયોગ કરે છે. કંપની ઓળખના હેતુઓ માટે અન્ય તમામનો ઉપયોગ કરે છે. સર્ફશાર્કના સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે મસ્કની કંપની X ઓછો ડેટા એકત્રિત કરે છે અને તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓ સાથે ખૂબ ઓછી માહિતી શેર કરે છે. X ટ્રેકિંગ માટે અંદાજે 22 ડેટા ટુકડાઓમાંથી અડધા કરતા ઓછાનો ઉપયોગ કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
